ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વેણી-વેણીદાસ-વેણીભાઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વેણી/વેણીદાસ/વેણીભાઈ'''</span> [ ] : વસોના લેઉવા પાટીદાર. એમનાં જ્ઞાનવૈરાગ્યબોધનાં ૩ પદ(મુ.) મળે છે. છગનલાલ રાવળ ઈ.૧૭૬૧માં રચાયેલા ને ઐતિહાસિક ભૌગોલિક ને રાજકીય વીગ...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વીરો 
|next =  
|next = વેણીદાસ-૧
}}
}}

Latest revision as of 04:55, 17 September 2022


વેણી/વેણીદાસ/વેણીભાઈ [ ] : વસોના લેઉવા પાટીદાર. એમનાં જ્ઞાનવૈરાગ્યબોધનાં ૩ પદ(મુ.) મળે છે. છગનલાલ રાવળ ઈ.૧૭૬૧માં રચાયેલા ને ઐતિહાસિક ભૌગોલિક ને રાજકીય વીગતોની દૃષ્ટિએ મહત્ત્વના હિંદી કાવ્ય ‘સાહિત્યસિંધુ’ના કર્તા વેણીભાઈ અને આ પદોના કર્તાને એક માને છે. તો આ કવિ ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધમાં થયા હોવાનું કહી શકાય. ‘કવિચરિત : ૩’ અને ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ ‘દિલ્હીસામ્રાજ્યવર્ણન’ નામના સં. ૧૭૬૧માં રચાયેલા હિન્દી કાવ્યના કર્તા પીજના લેઉવા પાટીદાર વેણીદાસ હોવાનું નોંધે છે, અને પદોના કર્તા ને આ કૃતિના કર્તાને જુદા ગણે છે. ‘સાહિત્યસિંધુ’ અને ‘દિલ્હીસામ્રાજ્યવર્ણન’ એક જ કૃતિઓ છે કે જુદી અને તેમના કર્તા એક જ છે કે જુદા તે સ્પષ્ટ રીતે કહેવું મુશ્કેલ છે. કૃતિ : પ્રાકાસુધા : ૩(+સં.). સંદર્ભ : ૧ કવિચરતિ : ૩;  ૨. ગુજરાત, ઓક્ટો. ૧૯૧૦-‘કવિ વેણીભાઈ અને ગુજરાતની ભૂગોળ વિદ્યા’, છગનલાવ વિ. રાવળ;  ૩. ગૂહાયાદી. [ચ.શે.]