અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/અહીં અને ત્યાં: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> અક્ષર પાડું એક અહીં, ત્યાં ઊઘડે લખલખ તારા; હોઠ જરા મરકે અહીં બે, ત...") |
(No difference)
|
Revision as of 16:53, 24 June 2021
અક્ષર પાડું એક અહીં, ત્યાં ઊઘડે લખલખ તારા;
હોઠ જરા મરકે અહીં બે, ત્યાં ચપલાના ચમકારા!
અરધું પરધું અડકું અહીં, ત્યાં પુલકે વનના વન;
શબ્દ કરું અહીં સહજ, પડે ત્યાં પડઘા ચૌદ ભુવન!
બે ડગલાં ચાલું અહીં કે ત્યાં ઊઘડે અધ્ધર પંથ;
એક દ્વાર ખોલું અહીં ને ત્યાં ખૂલે દ્વાર અનંત!
છાંટો એક અહીં, ત્યાં આખ્ખું વરસી પડતું આભ;
ફૂલ ખીલે અહીં એક આંગણે, ને ત્યાં મઘમઘ બાગ!
એક ઉછાળું દડો અહીં કે આખ્ખો ઘૂમે ખગોળ;
એક છીંડું શોધું અહીં, લાધે અંતરિક્ષમાં પોળ!
{Right|ફેબ્રુ.-માર્ચ, કવિતા}}