ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વૃંદાવન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વૃંદાવન'''</span> : આ નામે પદ(૬ મુ.), જ્ઞાતિએ વણિક એવી ઓળખ ધરાવતા વૃંદાવનને નામે ‘પાંડવવિષ્ટિ’, આગ્રાના વતની વૃંદાવનદાસભાઈને નામે શ્રીજીની નિત્ય અને વર્ષોત્સવ લીલા...")
(No difference)

Revision as of 05:08, 17 September 2022


વૃંદાવન : આ નામે પદ(૬ મુ.), જ્ઞાતિએ વણિક એવી ઓળખ ધરાવતા વૃંદાવનને નામે ‘પાંડવવિષ્ટિ’, આગ્રાના વતની વૃંદાવનદાસભાઈને નામે શ્રીજીની નિત્ય અને વર્ષોત્સવ લીલાનાં પદો તથા વૃંદાવનદાસને નામે ‘વલ્લભવેલ’ મળે છે. વૃંદાવનની નામછાપ ધરાવનાર આ બધા કવિઓ એક જ છે કે જુદાજુદા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. પણ એટલું સ્પષ્ટ છે કે આ કવિ પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ છે. કૃતિ : નકાસંગ્રહ. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગોપ્રભકવિઓ;  ૩. ગૂહાયાદી.[કી.જો.]