અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોવિન્દ સ્વામી/કાજળકાળા આભ મહીંથી: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> કાજળકાળા આભમહીંથી {{space}}તારલા વાટે તેજ ચૂવે છે. રજનીકેરાં શ્યામલ...") |
(No difference)
|
Revision as of 16:57, 24 June 2021
કાજળકાળા આભમહીંથી
તારલા વાટે તેજ ચૂવે છે.
રજનીકેરાં શ્યામલ ચીરને
તારલા કેરું તેજ ધૂવે છે.
વલ્લરીનાં વૃન્દ આજ વસન્તે
જોબનના શણગાર સજે છે;
સૌરભની પિચકારી ભરી ભરી
ફૂલડાં રંગે હોળી રમે છે!
આજ જામી મધરાત; અટારીએ
એકલું એકલું હૈયું રડે છે;
અંતરના કોઈ સાથી વિહોણું
અંતર આજ ચોધાર રડે છે!
મદભર્યાં મુજ જોબનગીતો
ઝીલવા આજે કોઈ નથી રે;
ફાગણના મધુ–ફૂલ હિંચોળે
ઝૂલવા સાથે કોઈ નથી રે!