ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવરામ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શિવરામ'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : માતાજીના ભક્ત. ૨૯ કડીનો ‘ભવાનીનો ગરબો’ (ર.ઈ.૧૭૭૦/સં.૧૮૩૬, આસો સુદ ૨, શુક્રવાર; મુ.), ૨૧ કડીનો ‘જગતજોગમાયાનો ગરબો’ (ર.ઈ.૧૭૮૩/સં.૧૮૩...") |
(No difference)
|
Revision as of 06:30, 17 September 2022
શિવરામ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : માતાજીના ભક્ત. ૨૯ કડીનો ‘ભવાનીનો ગરબો’ (ર.ઈ.૧૭૭૦/સં.૧૮૩૬, આસો સુદ ૨, શુક્રવાર; મુ.), ૨૧ કડીનો ‘જગતજોગમાયાનો ગરબો’ (ર.ઈ.૧૭૮૩/સં.૧૮૩૯, આસો સુદ ૩, ગુરુવાર; મુ.), ૨૨ કડીનો ‘અંબાનો રાસ (મુ.), ૧૦ કડીની ‘આદ્યશક્તિની સ્તુતિ’ (ર.ઈ.૧૭૮૪/સં.૧૮૪૦ આસો સુદ ૩, ગુરુવાર; મુ.), ૨૫ પંક્તિની ‘માતાજીની સ્તુતિ’ (ર.ઈ.૧૭૮૫; મુ.), ૪૫ કડીનો ‘અંબાજીનો ગરબો’ (ર.ઈ.૧૭૯૩/સં.૧૮૪૯, શ્રાવણ સુદ ૧૪, બુધવાર; મુ.) તથા ૧૧, ૨૯ અને ૫૮ કડીના અન્ય ગરબા(મુ.)ના કર્તા. ૪૪ કડીના કાળીંગણીનો ગરબો(મુ.)માં ‘મકનસુત શિવરામ’ એવી નામછાપ મળે છે. બધી જ કૃતિઓની લખાવટ અને વિષયનું સામ્ય જોતાં એક જ કર્તાની અને તે મકનસુત શિવારમની હોવાની સંભાવના છે. આ નામે ૧૮ કડીનો ‘આશાપુરીનો ગરબો’ (ર.સં. સત્તર એકલંતરો, આસો-૧૩, રવિવાર; મુ.) મળે છે જે સમયદૃષ્ટિએ મેળમાં નથી, પણ વિષયદૃષ્ટિએ તે આ કર્તાએ રચ્યો હોવાની સંભાવના છે. કૃતિ : ૧. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૨. નવરાત્રિમાં ગાવાના ગરબાસંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬; ૩. ભજનસાગર : ૨; ૪. સતસંદેશ શક્તિઅંક,-. સંદર્ભ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ ઈ.પંડ્યા ઈ.૧૯૬૮. [શ્ર.ત્રિ.]