ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/ખરતરગચ્છના: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ખરતરગચ્છના'''</span> [ઈ.૧૬મી સદી અંતભાગ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિ (ઈ.૧૯૫૩)ની હયાતીમાં તથા રાયસિંહના રાજ્કાળ (ઈ.૧૭૫૩-૧૬૧૧)મા...") |
(No difference)
|
Revision as of 09:12, 21 September 2022
ખરતરગચ્છના [ઈ.૧૬મી સદી અંતભાગ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિ (ઈ.૧૯૫૩)ની હયાતીમાં તથા રાયસિંહના રાજ્કાળ (ઈ.૧૭૫૩-૧૬૧૧)માં હયાત. જિનચંદ્રસૂરિની પરંપરામાં જ્ઞાનવિલાસના શિષ્ય. વિવિધ ગેય ઢાળમાં રચાયેલી અને વિસ્તૃત પ્રાસબંધો અને ધ્રુવાઓને કારણે નોંધપાત્ર બનેલી ‘આરામશોભા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૫), ૯૬ કડીનો ‘નેમિરાજિમતી-રાસ’ (ર.ઈ.૧૬૦૭), ૬૯ કડીની ‘જિનચંદ્રસૂરિ/યુગપ્રધાનનિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૬૧૪ પછી; મુ.), ૫૨૯ કડીની ‘ચઉપર્વી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, આસો સુદ ૨, ગુરુવાર, સ્વલિખિતપ્રત) અને ૧૭ કડીના ‘વરકાણાપાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. જૈન યુગ, આસો ૧૯૮૪-‘સમયપ્રમોદકૃત જિનચંદ્રસૂરિ નિર્વાણકાવ્ય’, મોહનલાલ દ. દેશાઈ (+સં.). સંદર્ભ : ૧. કથામંજૂષાશ્રેણિ, ‘આરામશોભા-રાસ’, સં. જયંત કોઠારી અને કીર્તિદા જોશી, ઈ.૧૯૮૩; ૨. ગુસારસ્વતો; ૩. યુજિનચંદ્રસૂરિ; ૪. જૈગૂકવિઓ : ૩(૨). [પા.માં.]