ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સમયરાજ ઉપાધ્યાય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સમયરાજ (ઉપાધ્યાય)'''</span> [ઈ.૧૬૦૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં જિનસિંહસૂરિના શિષ્ય. સમયસુંદરના વિદ્યાગુરુ. ૭૪ કડીની ‘જિનધર્મમંજરી/ધર...")
(No difference)

Revision as of 09:13, 21 September 2022


સમયરાજ (ઉપાધ્યાય) [ઈ.૧૬૦૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં જિનસિંહસૂરિના શિષ્ય. સમયસુંદરના વિદ્યાગુરુ. ૭૪ કડીની ‘જિનધર્મમંજરી/ધર્મમંજરી-ચતુષ્પદિકા’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, મહા સુદ ૧૦), ૨૨ કડીની ‘ચતુર્વિંશતિ તીર્થંકરનામ સ્વ-સ્વોત્પત્તિ નગરી પ્રમુખ સપ્તપ્રકાર’, ૪૪ કડીની ‘શ્રાવક-ચોપાઈ’, ૧૪ કડીની ‘શત્રુંજ્ય-ઋષભ-સ્તવન’, ‘પર્યુષણ-વ્યાખ્યાન પદ્ધતિ’ તથા સંસ્કૃતમાં ‘અવચૂરી’ અને કેટલાંક સ્તવનો એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]