ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સારમૂર્તિ મુનિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સારમૂર્તિ(મુનિ)'''</span> [ઈ.૧૩૩૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. અપભ્રંશ ભાષાની અસરવાળી ગુજરાતીમાં રચાયેલી ૨૯ કડીના ‘જિનપદ્મસૂરિ પટ્ટાભિષે...")
(No difference)

Revision as of 13:11, 21 September 2022


સારમૂર્તિ(મુનિ) [ઈ.૧૩૩૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. અપભ્રંશ ભાષાની અસરવાળી ગુજરાતીમાં રચાયેલી ૨૯ કડીના ‘જિનપદ્મસૂરિ પટ્ટાભિષેક-રાસ’ (ર.ઈ.૧૩૩૪/સં.૧૩૯૦, જેઠ સુદ ૬ પછી; મુ.)ના કર્તા. ખરતરગચ્છના સારમુનિને નામે ૨૧ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તોત્ર’ મળે છે જે પ્રસ્તુત કવિની જ કૃતિ હોવાની સંભાવના છે. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ (+સં.); ૨. રાસ ઔર રાસાન્વયી કાવ્ય, દશરથ ઓઝા, સં. ૨૦૧૬. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. મુપુગૂહસૂચી. [કી.જો.]