ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુખસાગર કવિ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુખસાગર(કવિ)-૨'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. દીપસાગરના શિષ્ય. ૪૨૯ કડીની ‘કલ્પપ્રકાશ/દીપાલિકાકલ્પ પર બાલાવબોધ/સ્તબક’ (ર.ઈ.૧૭૦૭), ‘કલ્પસૂત્ર-બાલ...")
(No difference)

Revision as of 05:30, 22 September 2022


સુખસાગર(કવિ)-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. દીપસાગરના શિષ્ય. ૪૨૯ કડીની ‘કલ્પપ્રકાશ/દીપાલિકાકલ્પ પર બાલાવબોધ/સ્તબક’ (ર.ઈ.૧૭૦૭), ‘કલ્પસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૦૬), ‘શ્રીપાલનરેન્દ્રચરિત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૦૮), ‘પાક્ષિકસૂત્ર-બાલાવબોધ/સ્તબક’ (ર.ઈ.૧૭૧૭) ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૯૪), ‘નવત્ત્વ-બાલાવબોધ’, ૩ ઢાલ અને ૪૫ કડીની ઈ.૧૭૨૧માં પ્રેમજી શાહે કરાવેલી શત્રુંજ્ય તીર્થયાત્રાનું વર્ણન કરતી ‘પ્રેમવિલાસ-રાસ’(મુ.), ૧૬ કડીના ‘જ્ઞાનવિમલગુરુવર્ણન’ અને ‘સત્તરભેદીપૂજા -સ્તબક’ના કર્તા. કૃતિ : સૂર્યપુર રાસમાળા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦. સંદર્ભ : ૧. ગુસારસ્તો; ૨. જૈગૂસારત્નો : ૧, ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. મુપુગૂહસૂચી; ૫. રાપુહસૂચી : ૫૧; ૬. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]