ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિકીર્તિ સૂરિ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુમતિકીર્તિ(સૂરિ)-૧'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : દિગંબરપંથી સરસ્વતીગચ્છના જૈન સાધુ. લક્ષ્મીચંદ-વીરચંદની પરંપરામાં પ્રભાચંદના શિષ્ય. ૩૫ ગ્રંથાગ્રના ‘ધર્મપરી...")
(No difference)

Revision as of 05:38, 22 September 2022


સુમતિકીર્તિ(સૂરિ)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : દિગંબરપંથી સરસ્વતીગચ્છના જૈન સાધુ. લક્ષ્મીચંદ-વીરચંદની પરંપરામાં પ્રભાચંદના શિષ્ય. ૩૫ ગ્રંથાગ્રના ‘ધર્મપરીક્ષા-રાસ’ (ર.ઈ.૧૫૬૯/સં.૧૬૨૫, માગશર સુદ ૨), ‘ત્રૈલોક્યસાર-ચોપાઈ/ધર્મધ્યાન-રાસ’ (ર.ઈ.૧૫૭૧) તથા લોંકામત નિરાકરણ-ચોપાઈ (ર.ઈ.૧૫૭૧/સં.૧૬૨૭, ચૌત્ર સુદ ૫) નામની કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. રાહસૂચી : ૧. [ર.ર.દ.]