ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિરંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુમતિરંગ'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં ચંદ્રકીર્તિના શિષ્ય. ‘યોગશાસ્ત્ર ભાષાપદ્ય’ (ર.ઈ.૧૬૬૪/સં.૧૭૨૦, આસો સુદ ૮),...") |
(No difference)
|
Revision as of 05:40, 22 September 2022
સુમતિરંગ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં ચંદ્રકીર્તિના શિષ્ય. ‘યોગશાસ્ત્ર ભાષાપદ્ય’ (ર.ઈ.૧૬૬૪/સં.૧૭૨૦, આસો સુદ ૮), ‘જ્ઞાનકલા/મોહવિવેક-ચોપાઈ/પ્રબોધચિંતામણિ-રાસ’ (ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, આસો સુદ ૧૦), ‘હરિકેસીસાધુ-સંધિ’ (ર.ઈ.૧૬૭૧/સં.૧૭૨૭, શ્રાવણ સુદ ૧), ‘જંબૂસ્વામી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૩/સં.૧૭૨૯, અસાડ વદ ૮), ૩૦૦ ગ્રંથાગ્રની ‘ગોડીપાર્શ્વનાથ-સંબંધ-ચોપાઈ’, ‘ચોવીસી-સવૈયા’, ૭ ઢાળની ‘જિનમાલિકા’, ૩૫ કડીની ‘કીર્તિરત્નસૂરિ(ઉત્પત્તિ)-છંદ’ (મુ.) તથા ૨ કડીની ‘ચંદ્રકીર્તિકવિત’(મુ.)-એ કૃતિઓના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. જૈસાઇતિહાસ; ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. કૅટલૉગપુરા; ૬. જૈગૂકવિઓ : ૨, ૩(૨). [ર.ર.દ.]