ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુંદરજી-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુંદરજી-૨'''</span> [ઈ.૧૭૪૦માં હયાત] : મૂળ અમદાવાદી વડનગરા અભ્યંતર જ્ઞાતિના નાગર અને વડોદરાના વતની. પિતાનું નામ વિષ્ણુદેવ. કુળપરંપરામાંથી મળેલો વિદ્યાવ્યાસંગનો વા...") |
(No difference)
|
Revision as of 07:08, 22 September 2022
સુંદરજી-૨ [ઈ.૧૭૪૦માં હયાત] : મૂળ અમદાવાદી વડનગરા અભ્યંતર જ્ઞાતિના નાગર અને વડોદરાના વતની. પિતાનું નામ વિષ્ણુદેવ. કુળપરંપરામાંથી મળેલો વિદ્યાવ્યાસંગનો વારસો, એટલે સંસ્કૃતના સારા જ્ઞાતા. ૩૮ મીઠાં (કડવાં)માં રચાયેલી ‘સિંહાસન-બત્રીસી’ (ર.ઈ.૧૭૪૦/સં.૧૭૯૬, આસો વદ ૮, ગુરુવાર) એ એમની એકમાત્ર કૃતિ ઉપલબ્ધ થાય છે. પ્રાસઅનુપ્રાસ, અર્થના અલંકારોવાળી પ્રૌઢ શૈલીથી કાવ્ય ધ્યાન ખેંચે છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે.[ચ.શે.]