ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સેવકરામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સેવકરામ'''</span> [ ] : અમદાવાદના ભટ્ટ મેવાડા બ્રાહ્મણ. પિતા રૂપરામ. ઈ.૧૮૩૪થી ૧૮૬૮ દરમ્યાન તેઓ હયાત હતા એમ મનાય છે. તેઓ વૈષ્ણવ હોવાની સંભાવના પણ થઈ છે. ભાગવતના રાસપંચ...")
(No difference)

Revision as of 07:32, 22 September 2022


સેવકરામ [ ] : અમદાવાદના ભટ્ટ મેવાડા બ્રાહ્મણ. પિતા રૂપરામ. ઈ.૧૮૩૪થી ૧૮૬૮ દરમ્યાન તેઓ હયાત હતા એમ મનાય છે. તેઓ વૈષ્ણવ હોવાની સંભાવના પણ થઈ છે. ભાગવતના રાસપંચાધ્યાયીના પ્રસંગ પર આધારિત ૪૪ કડીના ગેય ઢાળમાં રચાયેલા ‘બંસી’ કાવ્ય પર નરસિંહનાં ‘રાસસહસ્ત્રપદી’નાં પદોની અસર વરતાય છે. એ સિવાય ‘વ્યાધનું આખ્યાન (ર.ઈ.૧૮૬૮?) તથા ‘દાસ’ ઉપનામ નીચે એમણે કટેલાંક પદોની રચના પણ કરી છે. કૃતિ : બૃકાદોહન : ૭ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી. [ચ.શે.]