ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમચંદ્ર-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સોમચંદ્ર-૨'''</span> [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : નગેન્દ્રગચ્છના જૈન સાધુ. ગુણદેવસૂરિની પરંપરામાં ગુણરત્નસૂરિના શિષ્ય. પ્રાકૃત ભાષામાં પ્રથમ ૭ પદ્યો ધરાવતા ‘કામદેવકુ...") |
(No difference)
|
Revision as of 07:50, 22 September 2022
સોમચંદ્ર-૨ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : નગેન્દ્રગચ્છના જૈન સાધુ. ગુણદેવસૂરિની પરંપરામાં ગુણરત્નસૂરિના શિષ્ય. પ્રાકૃત ભાષામાં પ્રથમ ૭ પદ્યો ધરાવતા ‘કામદેવકુંવર-રાસ’ (ર.ઈ.૧૪૬૪ની આસપાસ)ના કર્તા. ‘જૈન ગુર્જર કવિઓ’ હસ્તપ્રતના અક્ષરની સમાનતાના આધારે ‘સુદર્શન-રાસ’ (ર.ઈ.૧૪૬૪ આસપાસ) નામની કૃતિ પણ આ કર્તાને નામે નોંધે છે. પણ એ માટે હજી વધુ નક્કર આધારની જરૂર છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસમાળા; ૪. મરાસસાહિત્ય; ૫. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૧ અને જુલાઈ-સપ્ટે. ૧૯૭૨-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા; ૬. જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]