અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/ગમતાંનો કરીએ ગુલાલ: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ {{space}}{{space}}{{space}}ને ગનતાંનો કરીએ ગુલા...") |
(No difference)
|
Revision as of 05:27, 26 June 2021
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
ને ગનતાંનો કરીએ ગુલાલ.
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?
ખાડા-ખાબોચિયાને બાંધી બેસાય, આ તો
વરસે ગગનભરી વ્હાલ. —
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી?
સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
ને વેર્યે ફોરમનો ફાલ. —
આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચંતી વ્રજનારીની સંગ તારાં
રણકી ઊઠે કરતાલ! —
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.
(સંજ્ઞા, ૧૯૬૪, પૃ. ૩૩)