અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/ભીતર ભગવો: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ભીતર ભગવો લ્હેરે છે {{space}}મારા હરિવરની મ્હેરે. જીવતેજીવ વ્હાલે ચિ...") |
(No difference)
|
Revision as of 05:30, 26 June 2021
ભીતર ભગવો લ્હેરે છે
મારા હરિવરની મ્હેરે.
જીવતેજીવ વ્હાલે ચિતા જલાવી
ને હોમ્યાં અંગેઅંગ,
જ્યાં જોઉં ત્યાં ઝળહળે હવે
ગુપત ગેરુ રંગ :
દુનિયાને સબ ડેરે રે —
મારા હરિવરની મ્હેરે.
કાળનો એક કબાડી ઊભો
હાટવાટે વિકરાળ,
કોઈ ધ્રૂજે, કોઈ ધ્રુસકે, હું તો
તાળી દઉં તત્કાળ :
ઈ તો ખોટુકલો ખંખેરે રે —
મારા હરિવરની મ્હેરે.
અમી વરસે મેહુલા, જ્યારે
ભીતર થાય ભસમ,
ભડકામાં મેં તો ભાળ્યું, વીરા!
લીલું લીલુંછમ :
હું હેરું, કોઈ હેરે રે —
મારા હરિવરની મ્હેરે.