સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાજેન્દ્ર શાહ/મેહ મીઠી વરસે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
ઝીણી ઝીણી ઝરમર | ઝીણી ઝીણી ઝરમર | ||
મેહ મીઠી વરસે. | મેહ મીઠી વરસે. |
Latest revision as of 11:57, 27 September 2022
ઝીણી ઝીણી ઝરમર
મેહ મીઠી વરસે.
પાતળા પાલવ તળે
ઉર મારું તરસે.
ઝીલું હું આતુર નેણે,
વ્હાલનાં અબોલ વેણે;
તન રે તનિક લહેરે
હરખાય પરસે.
ઝીણી ઝીણી ઝરમર
મેહ મીઠી વરસે.
કોણ મારું મન બોલે?
બોલે રે ઝિંગુરવા;
ટહુકે ભરાય આભ
વગડા ડુંગરવા.
ડાળે ડાળે પાને પાને
ફલ ફોરે મધુ ગાને,
ચરણ ચંચલ તાને —
બિન રે ઘુંઘરવા.
કોણ મારું મન બોલે?
બોલ રે ઝિંગુરવા.
ઝીણી ઝીણી ઝરમર
મેહ મીઠી વરસે,
ગરવો અમલ ચડે
અમિયલ પરસે.
કાંઠે ન સમાય પૂર,
ઘૂમરાય ઘૂર ઘૂર,
ધરવ ધરે ને ઉર
અદકેરું તરસે.
ઝીણી ઝીણી ઝરમર
મેહ મીઠી વરસે.
[‘સમર્પણ’ પખવાડિક : ૧૯૬૫]