સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાજેન્દ્ર શુક્લ/હું મળીશ જ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> પુકારોગમેતેસ્વરે, હુંમળીશજ; સમયનાકોઈપણથરેહુંમળીશજ. નખૂલેનતૂટ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ; | |||
સમયના કોઈ પણ થરે હું મળીશ જ. | |||
ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું; | |||
કોઈ હિજરતીના ઘરે હું મળીશ જ. | |||
હતો હું સુદર્શન સરોવર છલોછલ; | |||
હવે કુંડ દામોદરે હું મળીશ જ. | |||
નગારે પડે ઘા પહેલો કે ચોરે; | |||
સમીસાંજની ઝાલરે હું મળીશ જ. | |||
બપોરે ઉપરકોટની સૂની રાંગે; | |||
અટૂલા કોઈ કાંગરે હું મળીશ જ. | |||
તળેટી સુધી કોઈ વ્હેલી સવારે | |||
હશે, | જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ. | ||
કોઈ પણ ટૂંકે જઈ જરા સાદ દેજો; | |||
સૂસવતા પવનના સ્તરે હું મળીશ જ. | |||
જૂનાગઢ, | |||
ઝરે, ઝાંખરે, | શિખર પર ચટકતી હશે ચાખડી ને | ||
ધરીને કમંડલ કરે હું મળીશ જ. | |||
શમે મૌનમાં શબ્દ મારા પછી પણ | |||
કોઈ સોરઠે — દોહરે હું મળીશ જ. | |||
હશે, કોક જણ તો ઉકેલીય શકશે; | |||
શિલાલેખના અક્ષરે હું મળીશ જ. | |||
મને ગોતવામાં જ ખોવાયો છું આ; | |||
પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ. | |||
જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર | |||
ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ. | |||
</poem> | </poem> |
Latest revision as of 12:50, 27 September 2022
પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ;
સમયના કોઈ પણ થરે હું મળીશ જ.
ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું;
કોઈ હિજરતીના ઘરે હું મળીશ જ.
હતો હું સુદર્શન સરોવર છલોછલ;
હવે કુંડ દામોદરે હું મળીશ જ.
નગારે પડે ઘા પહેલો કે ચોરે;
સમીસાંજની ઝાલરે હું મળીશ જ.
બપોરે ઉપરકોટની સૂની રાંગે;
અટૂલા કોઈ કાંગરે હું મળીશ જ.
તળેટી સુધી કોઈ વ્હેલી સવારે
જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ.
કોઈ પણ ટૂંકે જઈ જરા સાદ દેજો;
સૂસવતા પવનના સ્તરે હું મળીશ જ.
શિખર પર ચટકતી હશે ચાખડી ને
ધરીને કમંડલ કરે હું મળીશ જ.
શમે મૌનમાં શબ્દ મારા પછી પણ
કોઈ સોરઠે — દોહરે હું મળીશ જ.
હશે, કોક જણ તો ઉકેલીય શકશે;
શિલાલેખના અક્ષરે હું મળીશ જ.
મને ગોતવામાં જ ખોવાયો છું આ;
પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ.
જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર
ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ.