અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ જાની/આવડા ઉરની (આવડું ઉર!): Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આવડા ઉરની માંડવી તે શી વાત! આવડા ઉરની છાંડવી તે શી વાત! {{space}}કોક સમ...") |
(No difference)
|
Revision as of 06:03, 26 June 2021
આવડા ઉરની માંડવી તે શી વાત!
આવડા ઉરની છાંડવી તે શી વાત!
કોક સમે એના આભમાં પેલું
જાગતું ઘેલું
રંગભર્યું પરભાત;
કોક સમે એના બાગમાં ફાગે
રાચતું રાગે
હસતું પારિજાત! — આવડા.
કોક સમે એના સાદમાં ઝીણા
સૂરથી વીણા
ગુંજતી ર્હે મધરાત;
કોક સમે એના નાદને લહેકે
મોરલો ગ્હેકે
પાડતો મીઠી ભાત! — આવડા.
કોક સમે એના ગાનમાં ઘેરો
સાગર કેરો
ઊછળતો ઉત્પાત;
કોક સમે સૂનકાર વેરાને
જલતા રાને
ધીખતો ઝંઝાવાત! — આવડા.