સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શાંતિલાલ જાની/અમે — તમે: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> અમેધરતીનેતમેઆભ : લ્યો, ચારેછેડેછાઈગયા; તમેચાંદરણું, અમેચાકળો :...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
લ્યો, | |||
અમે ધરતી ને તમે આભ : | |||
લ્યો, ચારે છેડે છાઈ ગયા; | |||
તમે ચાંદરણું, અમે ચાકળો : | |||
કિરણ કિરણ ઢંકાઈ ગયાં. | |||
અનરાધાર અષાઢ તમે | |||
લ્યો, | ને અમે નવાણે નીર; | ||
અમે ખેડેલાં ખેતરાં ને તમે વણબોટ્યું બીજ. | |||
અમે વડવાયું, તમે વૃક્ષ : | |||
લ્યો, વળ વળમાં ગંઠાઈ ગયાં; | |||
તમે ટહુકો ને અમે પડછંદા : | |||
નાદે નાદે નાહી ગયાં. | |||
તમે ડેલીના ડાયરા, | |||
અમે મેડીની બોલાશ; | |||
તમે દુહા ને રાસ અમે : લ્યો, | |||
{{Right|[‘સ્ત્રી-જીવન’ માસિક :૧૯૭૬]}} | રગરગમાં રંગાઈ ગયાં. | ||
તમે કાંગરિયાળા કાંઠલા, | |||
અમે ભીંત્યું ઝાકમઝોળ; | |||
તમે અમારાં પાનેતર : | |||
અમે તમારા ખેસ. | |||
{{Right|[‘સ્ત્રી-જીવન’ માસિક : ૧૯૭૬]}} | |||
</poem> | </poem> |
Latest revision as of 09:01, 29 September 2022
અમે ધરતી ને તમે આભ :
લ્યો, ચારે છેડે છાઈ ગયા;
તમે ચાંદરણું, અમે ચાકળો :
કિરણ કિરણ ઢંકાઈ ગયાં.
અનરાધાર અષાઢ તમે
ને અમે નવાણે નીર;
અમે ખેડેલાં ખેતરાં ને તમે વણબોટ્યું બીજ.
અમે વડવાયું, તમે વૃક્ષ :
લ્યો, વળ વળમાં ગંઠાઈ ગયાં;
તમે ટહુકો ને અમે પડછંદા :
નાદે નાદે નાહી ગયાં.
તમે ડેલીના ડાયરા,
અમે મેડીની બોલાશ;
તમે દુહા ને રાસ અમે : લ્યો,
રગરગમાં રંગાઈ ગયાં.
તમે કાંગરિયાળા કાંઠલા,
અમે ભીંત્યું ઝાકમઝોળ;
તમે અમારાં પાનેતર :
અમે તમારા ખેસ.
[‘સ્ત્રી-જીવન’ માસિક : ૧૯૭૬]