સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સિતાંશુ યશશ્ચંદ્ર/વખાર —: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} {{center|૧. ફરિયાદ}} સાયેબ, કોઈકેઆએકવખારઊભીકરીદીધીછે અમારારહે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સાયેબ, | <center>'''૧. ફરિયાદ'''</center> | ||
સાયેબ, કોઈકે આ એક વખાર ઊભી કરી દીધી છે | |||
અમારા રહેણાક મહોલ્લામાં જ, રાતોરાત; | |||
—ના, ના; | આપ કંઈક કરો, કાયદેસરનું. | ||
અગવડ? | —ના, ના; આ તો એક અરજ છે અમારી, સાયેબ. | ||
હક? | અગવડ? અગવડનું તો પૂછતા જ ના! | ||
હક? પૂછવાનો હક, આપનો? છે જ તો, મોટા સા’બ, | |||
છે જ તો આપનો પૂરેપૂરો. એવો મતલબ | |||
નો’તો કે’વાનો જરીકે, સાયેબ. | |||
આ તો કે’વાની રીત અમારી અભણ લોકની, મે’રબાન. | |||
મતલબ કે આ વખારે અગવડો બઉ વધારી મૂકી છે અમારી, સાયેબ. | |||
તે વનાં આપને તકલીફ આપવા આવીએ અમો? | |||
મુશ્કેલીઓ ટૂંકમાં કહેવી હોય, નાંમદાર, તો એ જ | |||
કે અમારાથી તો રાતે ઊઘાતું નથી, મે’રબાન, | |||
લ્યો, | ને દા’ડે જગાતું નથી. | ||
લ્યો, આટલું કયું એમાં આપ તો બધું પલકમાં પામી જાઓ એવા છો, સાયેબ. | |||
આપનાં તો વખાંણ કરીએ એટલાં ઓછાં છે, નાંમદાર. | |||
પણ આ વખારનું કંઈ કરો, કાયદેસર, તો મે’રબાની. | |||
વાયર? | <center>'''૨. મુલાકાત'''</center> | ||
આ અમારાં ઘરાં સાયેબ, જે ગણો તે. | |||
વાયર? ના સાયેબ! હોય? વીજચોરીના વાયર નથી, સાયેબ. | |||
હેં? ના-ના, | લટકે છે ખરા, પણ એ તો જીઈબીવારાઓએ ઐસે જ નોંખી આલ્યા’તા, સા’બ, | ||
બે સાલ પહેલોં. ત્યારના એમનેમ છે, સા’બ. | |||
ના-ના, | હેં? ના-ના, ઇયાદ કેમ નથી? ઇયાદ છે: ચૂંટણી પેલોં આપે જ | ||
નખાઈ આલ્યા’તા; ઇયાદ છે, નાંમદાર. | |||
ના-ના, કંઈ નઈં એ તો, કોય ક્યાં કંઈ બોલ્યું છે અંઈ? એ તો અમથી. | |||
એ તો પેલી લખમી. એ તો એનો કિસોર. | |||
કિસોરનું એ કે કિસોર ચોંટી જ્યો’તો ગઈ સાલ બાપડો, વરસ થયંુ, આ થોંભલે. | |||
એમોં બોલી ક ઇયાદ છે મારો કિસોર.—ના. | |||
વળતર. | કંઈ મલ્યું તો નથી સુધરઈ કે જીઈબી કે કોઈ કેતોં કોઈ કને.—નઈં લખમી? | ||
આપ અપાવસો?—સોંભળ, ’લી લખમી, સાયેબ નાંમદાર જાતે અલાવસે તને | |||
હા, | વળતર. સરકાર કને, સમજી? ઓમની આય. પજે લાગ, સાયેબ મે’રબાનકો. | ||
ગતી રઈ એ તો. ગમાર લોકાં અમારાં. મનમાં ના લાવતા. પધારો. આગળ પધારો. | |||
હા, એ જ વખાર. | |||
પીપળા પાછળ દેખાય છે, એ જ. છે ને તોતિંગ, સાયેબ? | |||
<center>'''૩. વખારમાં નજર'''</center> | |||
આપ સે’જ મોડા પધાર્યા એટલે પીપળા તળે વધારે અંધારિયું જણાતું હસે, નામદાર, | |||
પણ આ જગોએ તો બપોરેય તડકો પોં’ચતો નથી. | |||
લાઇનો તો એ લોકાએ છ-છ નંખાઈ છે: તૈણ જમણે, તૈણ ડાબે. | |||
ને બીજી બે રિજવમાં પાછળ, તે વધારાની. | |||
કરંટ તો, સાયેબ, ધમધમાટ જાય છે આઠે-આઠમાં થતોકને મોંય, પાવરની | |||
કોઈ ખોટ નથી વખારવારાને, પણ દૈ જાણે કેમ | |||
અલ્યા, | લાઇટ નથી ચલાવતા એકે આમ આડે દા’ડે. | ||
કો’ક રાતે ઓંખો ઓંધળી કરી મૂકે લાઇટો જ લાઇટો સળગાઈને, | |||
બાકી ચાહી કરીને આવું રાખે છે, અંધારિયું-અંધારિયું. | |||
અલ્યા, બૅટરી લાય તો મારી, બીયેસેફવારી, ઓયડીમોંથી. | |||
હાં સા’બ, બીયેસેફમેં થા, પૂરે દસ સાલ થા, જનાબ, | |||
કછ બોડર પે થા; લાય ’લા, આ તબકી હૈ, મારી બેટી, | |||
ચોમડું ચીરી નાખે અંધારાનું ગમે તેવાનું, તેજ મિજાજની. | |||
હવડે દેખાડું, સા’બ. | |||
બૅટરી હમારી, ઓંખો આપકી, ખિડકી વખારકી. અલ્યા, જો તો, એકાદ | |||
બારી તો ઢીલી નીકળસે, ધકેલી જો, ડાબે | |||
નહીં તો જમણે, પાછળ નહીં તો | |||
આગળ. | આગળ. | ||
દેખા, સા’બ? | </center>'''૪. ...પણ વખારમાં નોકરી?'''</center> | ||
દેખા, સા’બ? યે દેખો... ઔર યે... દેખાયા બરોબર? | |||
યે તો સા’બ, કુછ ભી નહીં હૈ, યે ખડકીવાલા નજારા. | |||
મામલો તો મે’નગેટ ખૂલેને, તૈંયે નજરે ચઢે. | |||
હા સા’બ, યે સા’બ, વખાર કા મે’નગેટ | |||
હૈ ને બુલંદ દરવાજા, સા’બ?... ના-ના, સાહેબ, ના, ગુજરાતી છું, મુસલમાન નથી. | |||
કંપલેટ ગુજરાતી. આ તો... એમ જ, સાયેબ, બીયેસેફવારી ટેવ, એવું બોલવાની. | |||
આપ તો પલકમાં પામી જાઓ એવા મે’રબાન છો, માઈબાપ. | |||
આ મે’નગેટ તો નાંમદાર, દેખનાર દેખતો રહી જાય એવો છે, અજવાળામાં. | |||
ત્યોં, | આ જુઓ ટોરચે-ટોરચે, આ ચચ્ચાર ઇન્ચના ચાપડા, લોખંડી, સર; ને પણે, | ||
ત્યોં, વખારની ભીંતોમોં, નીચે, આ ડાબે ને આ જમણે, જોયાં.? જડી દીધાં છે | |||
બે કડાં, | |||
ને આ સીધમાં ઉપર બીજોં, બે ચણતરમાં જ જડી લીધોં છે, નાંમદાર. ને એમોં | |||
કડેથી કડે લોઢાના આ ચાપડા અદબ ભીડીને, સરકાર, ને તૈણ તૈણ તો | |||
તાળાં, સાયેબ, | તાળાં, સાયેબ, | ||
બે નીચેના કડે ડાબા-જમણી ને તીજું, દેખો આ, વચ્ચે દૈત જેવું બે ચાપડાનું ભેગું. | |||
દૈ જાણે કોણ છે માલિક આ વખારનો, સાયેબ, ને એવંુ તે સંુ છે આ તાળાકૂંચીમોં? | |||
એનાં માણહાં ઐડધી રાતે તૈણે તાળાં ખોલે ને ચાપડા પછાડે ને દરવાજા | |||
ધકેલે, ત્યારે, સાયેબ, | ધકેલે, ત્યારે, સાયેબ, મ્હોલ્લાનાં છોકરાં ઝબકીને રોવે ચઢે છે, સાયેબ, | ||
ને બીજે દા’ડે અમારે નોકરી તો ખરી જ. ઓંખો ફાડીને જાગવું પડે. | |||
નોકરી? | નોકરી? છે જ તો. નોકરી તો ખરી જ ને, નાંમદાર. | ||
હા, | હા, એ ખરું, નાંમદાર. નોકરી મલી રે’ છે અમોને આપના રાજમોં, નાંમદાર. | ||
બેકારી? | બેકારી? બેકારીમાં તો બસ આ પાહેંની સ્હકારી તૂટી એમોં અમારા | ||
છ જણની નોકરી ગઈ, નાંમદાર. | |||
ના-ના, | ના-ના, છયે બાપડા કારકુન-પટાવાળામાં હતા, સરકાર, એમોંનું | ||
એકે જેલમાં નથી, માલિક. જે ચાર સાહેબો જેલમાં જયેલા એ ચારે ય પાછા | |||
જામીન પર છૂટ્યા છે, સાયેબ, ને લેરિયાં કરે છે, ત્યોં બહુમાળીમોં. | |||
અમને સો વોંધો હોય, સાયેબ? છો કરતા બાપડા પોતાને બંગલે. | |||
પણ અમારા આ છયેનું તો આયી બન્યું ને, નાંમદાર? | |||
હેં? ખરેખરામાં? | હેં? ખરેખરામાં? ના હોય આજના જમાનામાં, નાંમદાર! અલ્યા ભટ, રાઠવા, | ||
કોકિલાબૂન, | કોકિલાબૂન, | ||
છયે ઝટ નામ-ઠેકાણાં લખાવો આપડા સાયેબને, છયેને સાયેબ જાતે | |||
નોકરી અલાવસે. અલી ઝટ કર, કોકી, લખમી ચાંલ્લો કરવા ન તુ ક્યાં... | |||
ક્યોં, સાહેબ? | ક્યોં, સાહેબ? ક્યોં નવી નોકરી, નાંમદાર? | ||
વખારમોં? | વખારમોં? | ||
આવી આ હામેની વખારમોં નોકરી, નાંમદાર? | |||
<center>'''૫. સાહેબવારી સુખસોન્તી (પણ વખાર એમનેમ)'''</center> | |||
વોંધો સો હોય, મોટા સા’બ? વોંધાનો સવાલ જ નથી, સરકાર. | |||
મોટી મે’રબાની આપની આ તો. આ તો હોંભળતાંવેંત સે’જ ઓંચકો જરીક ખઈ જયા અમો, નાંમદાર. | |||
એટલે એમ કે ઓંચકો તો સો, પણ એમ કે આપ નાંમદાર | |||
વાહ! વાહ-વાહ! | નોકરી આ ભટ-રાઠવાને આ વખારમાં કઈ રીત્યે...? | ||
અલ્યાઓ, | વાહ! વાહ-વાહ! આનું નોંમ વહીવટ, નાંમદાર; આનું નોંમ કડપ! | ||
અલ્યાઓ, સોંભળ્યુ સૌએ: સાયેબ જાતે પેલા વખારવારાઓને રોકડું પરખાવસે | |||
કે વખાર રાખવી હોય તો આ છયે છને અંદર નોકરીએ રાખવા પડસે ને એયે | |||
આપને? | પૂરા કાયદેસરના પગારે. વાહ! આનું નોંમ રાજ ને આનું નોંમ સુખસોન્તી. | ||
પડવાનાસ્તો, | આપને? આપનેયે ખરીસ્તો, સાયેબ; સુખસોન્તી આપને પેલી. | ||
પડવાનાસ્તો, આખા મ્હોલ્લાના મત આ ઇલેકસનમાં ખરી જગોએ જ પડવાના, | |||
નાંમદાર. | નાંમદાર. | ||
સાયેબ-સાયેબ! ઓમ, પણ, | સાયેબ-સાયેબ! ઓમ, પણ, આપ ઓમ ઊધી બાજુ ક્યોં ચાલ્યા? પૂરી? | ||
આપની મુલાકાત પૂરી? બીજે પોંચવાનું છે? સાયેબ? | |||
’લ્યા, | ’લ્યા, સાયેબ બોલ્યા ક? | ||
મેમણવાડ ને મિસનવારા લત્તામોંયે વખારોનો આવો જ મામલો થયો છે. | |||
’લ્યા, | ’લ્યા, બે’રો છઅ્? | ||
તો સારું, સરકાર, ત્યોંનું જુઓ. | |||
પણ, સાયેબ, સાયેબ, | પણ, સાયેબ, સાયેબ, આ હોંમી વખારનું કંઈ નંઈ? | ||
<center>'''૬. એક સજેસન (રૂબરૂ કચેરીમાં)'''</center> | |||
ના સાહેબસ્રી, કોઈ નવી લપ લઈને નથી આયા, નાંમદાર; એ જ રજૂઆત છે, | |||
વખારવારી. | વખારવારી. | ||
આપ તૈણ માસ પેલાં જ્યાં પધારેલા એ જ મ્હોલ્લાની. હા એ જ વખાર, મોટાસા’બ, | |||
ચાપડાવારી. | ચાપડાવારી. | ||
એનું, નાંમદારસ્રી, | એનું, નાંમદારસ્રી, એટલું જ છે કે એ હજુ ત્યોંની ત્યોં જ છે, | ||
ને, નામદારસ્રી, | ને, નામદારસ્રી, ત્રાસ બહુ વધી જ્યો છે ને વેઠાતો નથી તેમાં આયા છીએ. | ||
અમોને આ પોંચને અંદર આવ્વા દીધા છે, મોટા સા’બ, આપની રૂબરૂ; | |||
ને બીજા બધાય આપને અરજીએ આયા છે, બાર ઓસરીમાં સોન્તીથી | |||
ઊભા છે, ચુપચાપ. | |||
ટૂંકમાં જ નાંમદાર, ટૂંકમાં જ. ટૂંકમાં એ કે | |||
રે’ણાક જગો છે, મંદવાડ ફેલાય છે, ચાર મૈણાં આ છેલ્લા એક માસમાં થઈ જ્યાં, | |||
મે’રબાન. | મે’રબાન. કંઈક મે’રબાની કરો; દૈ જાણે સુંનું સું ભરે છે વખારમાં? | ||
ઘૈડા નો’તા, નાંમદાર, એકે મૈયત ઘૈડી નો’તી; | |||
જુવાનજોધ ફાટી પડ્યા બે, ને બે તો બચ્ચાં હતાં; આ ડોહાનો તો | |||
એકનો એક પાછો થયો, વી-એકવીનો, કોને કૈયે? | |||
છાપાવારાને? | છાપાવારાને? | ||
આપ નાંમદારને ધમકી આપનારા અમે કોણ, સાયેબ? | |||
પણ છાપાવારા પાછર પડે છે, તો પણ અમો તો મોં ખોલતા નથી, નાંમદારસ્રી. | |||
આ એક આપની આગર બોલવાનું ઠેકાણંુ રાખ્યું છે તે રવા દેજો, માઈબાપ. | |||
તે, સાયેબ, | તે, સાયેબ, આ વખારમાંથી થોડીક ચીજો ડિછપોજ ના કરી દેવાય? | ||
બીયેસેફમાં હોંભળેલો સાયેબ, ડિછપોજ ને ડિછપોજલ. | |||
બોડર પારથી દોંણચોરીમાં જે આવે ને પકડાય તેની બાબત. | |||
ના-ના, | ના-ના, મોટા સા’બ, વખારમાં ક્યાં બોડર પારની વાત આયી? | ||
મારો એ મતલબ નો’તો. ઓમોં તો બધુ અઈંનું જ લાગે છે. | |||
પણ, સરકાર, | પણ, સરકાર, ગૂણોની ગૂણો આજ કેટલાય ટેમથી ત્યોંની ત્યોં જ છે, | ||
ને નરી ગંધાય છે, નાંમદાર; જીવાત-જીવાત થઈ ગઈ છે, માઈબાપ, ને | |||
નેકરી નેકરીને ઘરાંમાં ભરાય છે અમારાં ને ચટકે છે ને ચોમડીમાં પેહી જાય છે, | |||
નાંમદાર. | નાંમદાર. | ||
વખાર આખીમાં સું સંુ છે એ અમોને બાર રયે કેમનું કળાય, સાયેબ? | |||
અમારાં તો છૈયાં ને ભાંડુ આમ ટપોટપ મરી જ્યાં એટલી જ અમારી જાણ. | |||
હવે, માઈબાપ, | હવે, માઈબાપ, વેઠાતું નથી. | ||
સડ્યું સાચવે ને જીવતું મારે, એવી તે કેવી વખાર | |||
આ આપની, નાંમદાર? | |||
( | <center>'''૭. ના હોય, નાંમદાર!'''</center> | ||
(સાહેબ ફરી મહોલ્લાની મુલાકાતે)ના ના, ના હોય, સાયેબ, એવું તો ના હોય! સત્તાવાર રીત્યે | |||
આ અમારો આખો રે’ણાક વસ્તાર આજથી વખારનો એક ભાગ હોવાનું | |||
હુકમનામંુ બજવાનું છે? | |||
હતો જ? અગાઉથી હતો જ? ક્યારથી સાયેબ? પે’લેથી એટલે પે’લેથી જ, | |||
સાયેબ? | સાયેબ? | ||
પણ, સરકાર, | પણ, સરકાર, પે’લેથી આ વખાર હતી જ ક્યાં અહીંયા? | ||
વસ્તી? | વસ્તી? વસ્તી તો હતીસ્તો, મારા દાદાના વખતથી, કમસેકમ. | ||
મારો તો જલમ જ આ ખોયડામાં, નાંમદાર; ઊછર્યાંયે અંઈ, આ બધાં. | |||
વસ્તી તો પાછળથી કેવાઈ? અસલ, મૂળ, જૂનું | |||
સત્તાવાર નોમ સરકારી દફતરે વખાર જ હતું, નાંમદાર? | |||
મેમણવાડે ને બધેય એવું જ છે, સાયેબ? | |||
ક્યાંય વસ્તી નંઈ, ને બધે વખાર? | |||
મૂળે વખારમાં જ વસ્તી થઈ? | |||
વખાર એ જ વસ્તી? વસ્તી એ જ વખાર? | |||
ના ના, નાંમદાર, ના.... | |||
એવું તે હોય, સાયેબ, એવું તે હોય? | |||
<center>'''૮. ઉકેલ'''<center> | |||
ફરિયાદ, નાંમદાર? | આવો આવો સાયેબ, પધારો નાંમદાર, આપ આમ ક્યોંથી અમારે ત્યોં? | ||
ફરિયાદ, નાંમદાર? અમારા વસ્તીવારાઓની હાંમે? વખારવારાની? ફોજદારી? | |||
હોય એ તો સાયેબ, ફરિયાદો તો હોય, દીવાની ને ડાહી, એમાં આપે દોડવાનું? | |||
આપ કચેરીએ બેસી ફરિયાદો સોંભળવા જોગ છો, અમો બધા કચેરીએ આવી | |||
આપે, નાંમદાર, | ફરિયાદ કરવા જોગ છીએ. સઉયે. વસવાટવારા ને વખારવારાયે. | ||
આપે, નાંમદાર, સોંભળી લેવાની, બઉ બઉ તો બંગલે બોલાવીને. | |||
ના ના, નાંમદાર, અમે કરીએ ગુનો? ને તેયે પાસામોં આવે એવો? | |||
પોંચ- | અમે તો, સાયેબ, આપ ગણતરી મોંડો તો આખી વસતીના હજારેક કુટુંબ, | ||
પોંચ-છ હજાર જણ, એકેકુ બબેવાર વોટ આલે તો દસ-બારે ઓંકડો પોંચે, | |||
તો, નાંમદાર, | પોંચ સાલમાં એક વાર, ને હવે તો દૈ જાણે બે વાર, તૈણ વારે પેલંુ થાય, | ||
તો, નાંમદાર, ઓંકડો છત્રી હજારે પોંચે. | |||
હવે આપ જ કો, જાણતલ છો, છત્રી હજાર તે કંઈ ગુનો કરે? | |||
ના કરેને, નાંમદાર? વાહ, આપ છો જ સાગરપેટા ને સમજુ, | |||
અમે તો તમારાં છોરુ, માઈબાપ; આપ કંઈ કમાવતર થાવ, ઓણ સાલ? | |||
ને વખારનું તો આખું કોકડંુ જ ઊકલી ગયું, સાયેબ. ખોલી નાંખી, અમીં તો. | |||
અડધીક વસ્તી જ અમારી વખાર ખોલીને ત્યોં રે’વા ચાલી ગઈ, નાંમદાર. | |||
ચીજવસ્તુઓ, નામદાર? | આમે અમારા રે’ણાક વસ્તારમાં ભીડ બહુ થઈ જઈ’તી, હવડોંની. | ||
ચીજવસ્તુઓ, નામદાર? સેની ચીજવસ્તુઓ? | |||
ચીજોમાં ને વસ્તુઓમાં, સાયેબ, થોડીક તો એક્ષપોટ કરી નાખી, પસંદગીની, | |||
બીજી થોડીક, મીં કયું’તુંને, એમ ડિછપોજ કરી નાખી, ને નાંમદાર, | |||
સું કઉં આપને | |||
બાકીની બધીય ચીજો ને વસતુઓ, નાંમદાર, | |||
અમે વસતીવારા જ બધા, | |||
બધી કંઈ ને કંઈ રીતે, દા’ડાજોગી થોડીક દા’ડે | |||
તે રાતે થોડીક રાતજોગી, થોડીક ઘૈડાં | |||
તો થોડીક છોરાં, થોડીક બૈરાં | |||
ને બાકીની અમો ભાયડાભાયડા, નાંમદાર, | |||
એ ય ને લે’રથી વાપરીયે છીયે, સાયેબ, વસતુઓ ને ચીજો, વખારવારી. | |||
ચીજોયે કેટલીક ઊચા માયલી હતી, વખારમાં, સરકાર; સડેલી | |||
ને ગંધાતી યે નો’તી એવુ નંઈ, તેવી-તેવડી નોંખી દીધી ખાડા-ખાબડા પુરાણ ખાતે, | |||
બાકીની વપરાસ ખાતે લઈ લીધી, મે’રબાન. | |||
પેલા નોનકાને કોંડે ઘડિયાળ જોઈ, સાયેબ? | |||
સાયેબ, | એલા ટેમ કે’ તો તારો, સરકારને. | ||
સાયેબ, ઘડિયાળ મલી તો ટેમ જોતાંય સીખી જ્યો છે સાલો ટેણી. | |||
ને પેલી છોડીએ ઘરેણોં ઘાલ્યાં છેને, એ એકેએક વખારમાંથી ઊડેથી | |||
આલો. લાય’લા, | કાઢેલું છે, હોં સાયેબ.—સોભે છે ને વાલામૂઈને નાકે-કાને, નાંમદાર? આસરવાદ | ||
આલો. લાય’લા, પેલી એક્ષપોટવારી અગરની ફુસફુસ લાય, કાચની, | |||
ને સાયેબને લગાય. લગાવો લગાવો, મારા સાયેબ, બગલમાં યે | |||
મઘમઘાટ. | મઘમઘાટ. | ||
નકર કેવી ગંધાતી’તી પે’લાં, આની આ જ વખાર, વગરવાપર્યી. | |||
ના, નાંમદાર, | ના, નાંમદાર, બીજી કોય રાવફરિયાદ નથી, હાલ તો. | ||
આપ હવે પધારવું હોય તો પધારો. | |||
વખારનો કોયડો તો જુઓને આ વસતીએ જ ઉકેલી નાખ્યો, નાંમદાર. | |||
{{Right|[‘પરબ’ માસિક: | {{Right|[‘પરબ’ માસિક: ઓક્ટોબર ૨૦૦૩]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Latest revision as of 11:41, 29 September 2022
સાયેબ, કોઈકે આ એક વખાર ઊભી કરી દીધી છે અમારા રહેણાક મહોલ્લામાં જ, રાતોરાત; આપ કંઈક કરો, કાયદેસરનું. —ના, ના; આ તો એક અરજ છે અમારી, સાયેબ. અગવડ? અગવડનું તો પૂછતા જ ના! હક? પૂછવાનો હક, આપનો? છે જ તો, મોટા સા’બ, છે જ તો આપનો પૂરેપૂરો. એવો મતલબ નો’તો કે’વાનો જરીકે, સાયેબ. આ તો કે’વાની રીત અમારી અભણ લોકની, મે’રબાન. મતલબ કે આ વખારે અગવડો બઉ વધારી મૂકી છે અમારી, સાયેબ. તે વનાં આપને તકલીફ આપવા આવીએ અમો? મુશ્કેલીઓ ટૂંકમાં કહેવી હોય, નાંમદાર, તો એ જ કે અમારાથી તો રાતે ઊઘાતું નથી, મે’રબાન, ને દા’ડે જગાતું નથી. લ્યો, આટલું કયું એમાં આપ તો બધું પલકમાં પામી જાઓ એવા છો, સાયેબ. આપનાં તો વખાંણ કરીએ એટલાં ઓછાં છે, નાંમદાર. પણ આ વખારનું કંઈ કરો, કાયદેસર, તો મે’રબાની.
આ અમારાં ઘરાં સાયેબ, જે ગણો તે. વાયર? ના સાયેબ! હોય? વીજચોરીના વાયર નથી, સાયેબ. લટકે છે ખરા, પણ એ તો જીઈબીવારાઓએ ઐસે જ નોંખી આલ્યા’તા, સા’બ, બે સાલ પહેલોં. ત્યારના એમનેમ છે, સા’બ. હેં? ના-ના, ઇયાદ કેમ નથી? ઇયાદ છે: ચૂંટણી પેલોં આપે જ નખાઈ આલ્યા’તા; ઇયાદ છે, નાંમદાર. ના-ના, કંઈ નઈં એ તો, કોય ક્યાં કંઈ બોલ્યું છે અંઈ? એ તો અમથી. એ તો પેલી લખમી. એ તો એનો કિસોર. કિસોરનું એ કે કિસોર ચોંટી જ્યો’તો ગઈ સાલ બાપડો, વરસ થયંુ, આ થોંભલે. એમોં બોલી ક ઇયાદ છે મારો કિસોર.—ના. કંઈ મલ્યું તો નથી સુધરઈ કે જીઈબી કે કોઈ કેતોં કોઈ કને.—નઈં લખમી? આપ અપાવસો?—સોંભળ, ’લી લખમી, સાયેબ નાંમદાર જાતે અલાવસે તને વળતર. સરકાર કને, સમજી? ઓમની આય. પજે લાગ, સાયેબ મે’રબાનકો. ગતી રઈ એ તો. ગમાર લોકાં અમારાં. મનમાં ના લાવતા. પધારો. આગળ પધારો. હા, એ જ વખાર. પીપળા પાછળ દેખાય છે, એ જ. છે ને તોતિંગ, સાયેબ?
આપ સે’જ મોડા પધાર્યા એટલે પીપળા તળે વધારે અંધારિયું જણાતું હસે, નામદાર, પણ આ જગોએ તો બપોરેય તડકો પોં’ચતો નથી. લાઇનો તો એ લોકાએ છ-છ નંખાઈ છે: તૈણ જમણે, તૈણ ડાબે. ને બીજી બે રિજવમાં પાછળ, તે વધારાની. કરંટ તો, સાયેબ, ધમધમાટ જાય છે આઠે-આઠમાં થતોકને મોંય, પાવરની કોઈ ખોટ નથી વખારવારાને, પણ દૈ જાણે કેમ લાઇટ નથી ચલાવતા એકે આમ આડે દા’ડે. કો’ક રાતે ઓંખો ઓંધળી કરી મૂકે લાઇટો જ લાઇટો સળગાઈને, બાકી ચાહી કરીને આવું રાખે છે, અંધારિયું-અંધારિયું. અલ્યા, બૅટરી લાય તો મારી, બીયેસેફવારી, ઓયડીમોંથી. હાં સા’બ, બીયેસેફમેં થા, પૂરે દસ સાલ થા, જનાબ, કછ બોડર પે થા; લાય ’લા, આ તબકી હૈ, મારી બેટી, ચોમડું ચીરી નાખે અંધારાનું ગમે તેવાનું, તેજ મિજાજની. હવડે દેખાડું, સા’બ. બૅટરી હમારી, ઓંખો આપકી, ખિડકી વખારકી. અલ્યા, જો તો, એકાદ બારી તો ઢીલી નીકળસે, ધકેલી જો, ડાબે નહીં તો જમણે, પાછળ નહીં તો આગળ.
૪. ...પણ વખારમાં નોકરી?દેખા, સા’બ? યે દેખો... ઔર યે... દેખાયા બરોબર? યે તો સા’બ, કુછ ભી નહીં હૈ, યે ખડકીવાલા નજારા. મામલો તો મે’નગેટ ખૂલેને, તૈંયે નજરે ચઢે. હા સા’બ, યે સા’બ, વખાર કા મે’નગેટ હૈ ને બુલંદ દરવાજા, સા’બ?... ના-ના, સાહેબ, ના, ગુજરાતી છું, મુસલમાન નથી. કંપલેટ ગુજરાતી. આ તો... એમ જ, સાયેબ, બીયેસેફવારી ટેવ, એવું બોલવાની. આપ તો પલકમાં પામી જાઓ એવા મે’રબાન છો, માઈબાપ. આ મે’નગેટ તો નાંમદાર, દેખનાર દેખતો રહી જાય એવો છે, અજવાળામાં. આ જુઓ ટોરચે-ટોરચે, આ ચચ્ચાર ઇન્ચના ચાપડા, લોખંડી, સર; ને પણે, ત્યોં, વખારની ભીંતોમોં, નીચે, આ ડાબે ને આ જમણે, જોયાં.? જડી દીધાં છે બે કડાં, ને આ સીધમાં ઉપર બીજોં, બે ચણતરમાં જ જડી લીધોં છે, નાંમદાર. ને એમોં કડેથી કડે લોઢાના આ ચાપડા અદબ ભીડીને, સરકાર, ને તૈણ તૈણ તો તાળાં, સાયેબ, બે નીચેના કડે ડાબા-જમણી ને તીજું, દેખો આ, વચ્ચે દૈત જેવું બે ચાપડાનું ભેગું. દૈ જાણે કોણ છે માલિક આ વખારનો, સાયેબ, ને એવંુ તે સંુ છે આ તાળાકૂંચીમોં? એનાં માણહાં ઐડધી રાતે તૈણે તાળાં ખોલે ને ચાપડા પછાડે ને દરવાજા ધકેલે, ત્યારે, સાયેબ, મ્હોલ્લાનાં છોકરાં ઝબકીને રોવે ચઢે છે, સાયેબ, ને બીજે દા’ડે અમારે નોકરી તો ખરી જ. ઓંખો ફાડીને જાગવું પડે. નોકરી? છે જ તો. નોકરી તો ખરી જ ને, નાંમદાર. હા, એ ખરું, નાંમદાર. નોકરી મલી રે’ છે અમોને આપના રાજમોં, નાંમદાર. બેકારી? બેકારીમાં તો બસ આ પાહેંની સ્હકારી તૂટી એમોં અમારા છ જણની નોકરી ગઈ, નાંમદાર. ના-ના, છયે બાપડા કારકુન-પટાવાળામાં હતા, સરકાર, એમોંનું એકે જેલમાં નથી, માલિક. જે ચાર સાહેબો જેલમાં જયેલા એ ચારે ય પાછા જામીન પર છૂટ્યા છે, સાયેબ, ને લેરિયાં કરે છે, ત્યોં બહુમાળીમોં. અમને સો વોંધો હોય, સાયેબ? છો કરતા બાપડા પોતાને બંગલે. પણ અમારા આ છયેનું તો આયી બન્યું ને, નાંમદાર? હેં? ખરેખરામાં? ના હોય આજના જમાનામાં, નાંમદાર! અલ્યા ભટ, રાઠવા, કોકિલાબૂન, છયે ઝટ નામ-ઠેકાણાં લખાવો આપડા સાયેબને, છયેને સાયેબ જાતે નોકરી અલાવસે. અલી ઝટ કર, કોકી, લખમી ચાંલ્લો કરવા ન તુ ક્યાં... ક્યોં, સાહેબ? ક્યોં નવી નોકરી, નાંમદાર? વખારમોં? આવી આ હામેની વખારમોં નોકરી, નાંમદાર?
વોંધો સો હોય, મોટા સા’બ? વોંધાનો સવાલ જ નથી, સરકાર. મોટી મે’રબાની આપની આ તો. આ તો હોંભળતાંવેંત સે’જ ઓંચકો જરીક ખઈ જયા અમો, નાંમદાર. એટલે એમ કે ઓંચકો તો સો, પણ એમ કે આપ નાંમદાર નોકરી આ ભટ-રાઠવાને આ વખારમાં કઈ રીત્યે...? વાહ! વાહ-વાહ! આનું નોંમ વહીવટ, નાંમદાર; આનું નોંમ કડપ! અલ્યાઓ, સોંભળ્યુ સૌએ: સાયેબ જાતે પેલા વખારવારાઓને રોકડું પરખાવસે કે વખાર રાખવી હોય તો આ છયે છને અંદર નોકરીએ રાખવા પડસે ને એયે પૂરા કાયદેસરના પગારે. વાહ! આનું નોંમ રાજ ને આનું નોંમ સુખસોન્તી. આપને? આપનેયે ખરીસ્તો, સાયેબ; સુખસોન્તી આપને પેલી. પડવાનાસ્તો, આખા મ્હોલ્લાના મત આ ઇલેકસનમાં ખરી જગોએ જ પડવાના, નાંમદાર. સાયેબ-સાયેબ! ઓમ, પણ, આપ ઓમ ઊધી બાજુ ક્યોં ચાલ્યા? પૂરી? આપની મુલાકાત પૂરી? બીજે પોંચવાનું છે? સાયેબ? ’લ્યા, સાયેબ બોલ્યા ક? મેમણવાડ ને મિસનવારા લત્તામોંયે વખારોનો આવો જ મામલો થયો છે. ’લ્યા, બે’રો છઅ્? તો સારું, સરકાર, ત્યોંનું જુઓ. પણ, સાયેબ, સાયેબ, આ હોંમી વખારનું કંઈ નંઈ?
ના સાહેબસ્રી, કોઈ નવી લપ લઈને નથી આયા, નાંમદાર; એ જ રજૂઆત છે, વખારવારી. આપ તૈણ માસ પેલાં જ્યાં પધારેલા એ જ મ્હોલ્લાની. હા એ જ વખાર, મોટાસા’બ, ચાપડાવારી. એનું, નાંમદારસ્રી, એટલું જ છે કે એ હજુ ત્યોંની ત્યોં જ છે, ને, નામદારસ્રી, ત્રાસ બહુ વધી જ્યો છે ને વેઠાતો નથી તેમાં આયા છીએ. અમોને આ પોંચને અંદર આવ્વા દીધા છે, મોટા સા’બ, આપની રૂબરૂ; ને બીજા બધાય આપને અરજીએ આયા છે, બાર ઓસરીમાં સોન્તીથી ઊભા છે, ચુપચાપ. ટૂંકમાં જ નાંમદાર, ટૂંકમાં જ. ટૂંકમાં એ કે રે’ણાક જગો છે, મંદવાડ ફેલાય છે, ચાર મૈણાં આ છેલ્લા એક માસમાં થઈ જ્યાં, મે’રબાન. કંઈક મે’રબાની કરો; દૈ જાણે સુંનું સું ભરે છે વખારમાં? ઘૈડા નો’તા, નાંમદાર, એકે મૈયત ઘૈડી નો’તી; જુવાનજોધ ફાટી પડ્યા બે, ને બે તો બચ્ચાં હતાં; આ ડોહાનો તો એકનો એક પાછો થયો, વી-એકવીનો, કોને કૈયે? છાપાવારાને? આપ નાંમદારને ધમકી આપનારા અમે કોણ, સાયેબ? પણ છાપાવારા પાછર પડે છે, તો પણ અમો તો મોં ખોલતા નથી, નાંમદારસ્રી. આ એક આપની આગર બોલવાનું ઠેકાણંુ રાખ્યું છે તે રવા દેજો, માઈબાપ. તે, સાયેબ, આ વખારમાંથી થોડીક ચીજો ડિછપોજ ના કરી દેવાય? બીયેસેફમાં હોંભળેલો સાયેબ, ડિછપોજ ને ડિછપોજલ. બોડર પારથી દોંણચોરીમાં જે આવે ને પકડાય તેની બાબત. ના-ના, મોટા સા’બ, વખારમાં ક્યાં બોડર પારની વાત આયી? મારો એ મતલબ નો’તો. ઓમોં તો બધુ અઈંનું જ લાગે છે. પણ, સરકાર, ગૂણોની ગૂણો આજ કેટલાય ટેમથી ત્યોંની ત્યોં જ છે, ને નરી ગંધાય છે, નાંમદાર; જીવાત-જીવાત થઈ ગઈ છે, માઈબાપ, ને નેકરી નેકરીને ઘરાંમાં ભરાય છે અમારાં ને ચટકે છે ને ચોમડીમાં પેહી જાય છે, નાંમદાર. વખાર આખીમાં સું સંુ છે એ અમોને બાર રયે કેમનું કળાય, સાયેબ? અમારાં તો છૈયાં ને ભાંડુ આમ ટપોટપ મરી જ્યાં એટલી જ અમારી જાણ. હવે, માઈબાપ, વેઠાતું નથી. સડ્યું સાચવે ને જીવતું મારે, એવી તે કેવી વખાર આ આપની, નાંમદાર?
(સાહેબ ફરી મહોલ્લાની મુલાકાતે)ના ના, ના હોય, સાયેબ, એવું તો ના હોય! સત્તાવાર રીત્યે આ અમારો આખો રે’ણાક વસ્તાર આજથી વખારનો એક ભાગ હોવાનું હુકમનામંુ બજવાનું છે? હતો જ? અગાઉથી હતો જ? ક્યારથી સાયેબ? પે’લેથી એટલે પે’લેથી જ, સાયેબ? પણ, સરકાર, પે’લેથી આ વખાર હતી જ ક્યાં અહીંયા? વસ્તી? વસ્તી તો હતીસ્તો, મારા દાદાના વખતથી, કમસેકમ. મારો તો જલમ જ આ ખોયડામાં, નાંમદાર; ઊછર્યાંયે અંઈ, આ બધાં. વસ્તી તો પાછળથી કેવાઈ? અસલ, મૂળ, જૂનું સત્તાવાર નોમ સરકારી દફતરે વખાર જ હતું, નાંમદાર? મેમણવાડે ને બધેય એવું જ છે, સાયેબ? ક્યાંય વસ્તી નંઈ, ને બધે વખાર? મૂળે વખારમાં જ વસ્તી થઈ? વખાર એ જ વસ્તી? વસ્તી એ જ વખાર? ના ના, નાંમદાર, ના.... એવું તે હોય, સાયેબ, એવું તે હોય?
આવો આવો સાયેબ, પધારો નાંમદાર, આપ આમ ક્યોંથી અમારે ત્યોં? ફરિયાદ, નાંમદાર? અમારા વસ્તીવારાઓની હાંમે? વખારવારાની? ફોજદારી? હોય એ તો સાયેબ, ફરિયાદો તો હોય, દીવાની ને ડાહી, એમાં આપે દોડવાનું? આપ કચેરીએ બેસી ફરિયાદો સોંભળવા જોગ છો, અમો બધા કચેરીએ આવી ફરિયાદ કરવા જોગ છીએ. સઉયે. વસવાટવારા ને વખારવારાયે. આપે, નાંમદાર, સોંભળી લેવાની, બઉ બઉ તો બંગલે બોલાવીને. ના ના, નાંમદાર, અમે કરીએ ગુનો? ને તેયે પાસામોં આવે એવો? અમે તો, સાયેબ, આપ ગણતરી મોંડો તો આખી વસતીના હજારેક કુટુંબ, પોંચ-છ હજાર જણ, એકેકુ બબેવાર વોટ આલે તો દસ-બારે ઓંકડો પોંચે, પોંચ સાલમાં એક વાર, ને હવે તો દૈ જાણે બે વાર, તૈણ વારે પેલંુ થાય, તો, નાંમદાર, ઓંકડો છત્રી હજારે પોંચે. હવે આપ જ કો, જાણતલ છો, છત્રી હજાર તે કંઈ ગુનો કરે? ના કરેને, નાંમદાર? વાહ, આપ છો જ સાગરપેટા ને સમજુ, અમે તો તમારાં છોરુ, માઈબાપ; આપ કંઈ કમાવતર થાવ, ઓણ સાલ? ને વખારનું તો આખું કોકડંુ જ ઊકલી ગયું, સાયેબ. ખોલી નાંખી, અમીં તો. અડધીક વસ્તી જ અમારી વખાર ખોલીને ત્યોં રે’વા ચાલી ગઈ, નાંમદાર. આમે અમારા રે’ણાક વસ્તારમાં ભીડ બહુ થઈ જઈ’તી, હવડોંની. ચીજવસ્તુઓ, નામદાર? સેની ચીજવસ્તુઓ? ચીજોમાં ને વસ્તુઓમાં, સાયેબ, થોડીક તો એક્ષપોટ કરી નાખી, પસંદગીની, બીજી થોડીક, મીં કયું’તુંને, એમ ડિછપોજ કરી નાખી, ને નાંમદાર, સું કઉં આપને બાકીની બધીય ચીજો ને વસતુઓ, નાંમદાર, અમે વસતીવારા જ બધા, બધી કંઈ ને કંઈ રીતે, દા’ડાજોગી થોડીક દા’ડે તે રાતે થોડીક રાતજોગી, થોડીક ઘૈડાં તો થોડીક છોરાં, થોડીક બૈરાં ને બાકીની અમો ભાયડાભાયડા, નાંમદાર, એ ય ને લે’રથી વાપરીયે છીયે, સાયેબ, વસતુઓ ને ચીજો, વખારવારી. ચીજોયે કેટલીક ઊચા માયલી હતી, વખારમાં, સરકાર; સડેલી ને ગંધાતી યે નો’તી એવુ નંઈ, તેવી-તેવડી નોંખી દીધી ખાડા-ખાબડા પુરાણ ખાતે, બાકીની વપરાસ ખાતે લઈ લીધી, મે’રબાન. પેલા નોનકાને કોંડે ઘડિયાળ જોઈ, સાયેબ? એલા ટેમ કે’ તો તારો, સરકારને. સાયેબ, ઘડિયાળ મલી તો ટેમ જોતાંય સીખી જ્યો છે સાલો ટેણી. ને પેલી છોડીએ ઘરેણોં ઘાલ્યાં છેને, એ એકેએક વખારમાંથી ઊડેથી કાઢેલું છે, હોં સાયેબ.—સોભે છે ને વાલામૂઈને નાકે-કાને, નાંમદાર? આસરવાદ આલો. લાય’લા, પેલી એક્ષપોટવારી અગરની ફુસફુસ લાય, કાચની, ને સાયેબને લગાય. લગાવો લગાવો, મારા સાયેબ, બગલમાં યે મઘમઘાટ. નકર કેવી ગંધાતી’તી પે’લાં, આની આ જ વખાર, વગરવાપર્યી. ના, નાંમદાર, બીજી કોય રાવફરિયાદ નથી, હાલ તો. આપ હવે પધારવું હોય તો પધારો. વખારનો કોયડો તો જુઓને આ વસતીએ જ ઉકેલી નાખ્યો, નાંમદાર. [‘પરબ’ માસિક: ઓક્ટોબર ૨૦૦૩]