સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સોમાભાઈ ભાવસાર/વાદળગાડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> વાદળનીતોગાડીકીધી, વીજળીનુંએંજિનકીધું; તારલિયાનુંલશ્કરબેઠું...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
વાદળનીતોગાડીકીધી,
 
વીજળીનુંએંજિનકીધું;
 
તારલિયાનુંલશ્કરબેઠું
વાદળની તો ગાડી કીધી,
ડબ્બામાંસીધેસીધું.
વીજળીનું એંજિન કીધું;
વીજળીએવીસલકીધીને
તારલિયાનું લશ્કર બેઠું
ગાડીઊપડીગડ-ગડ-ગડ!
ડબ્બામાં સીધેસીધું.
મોંમલક્યાંચાંદા-સૂરજનાં,
 
હસિયાબન્નેખડ-ખડ-ખડ!
વીજળીએ વીસલ કીધી ને
ડુંગરકૂદતી, ખીણોખૂંદતી
ગાડી ઊપડી ગડ-ગડ-ગડ!
ગાડીતોચાલ્યાકરતી,
મોં મલક્યાં ચાંદા-સૂરજનાં,
દેશદેશનાંશહેરોપરથી
હસિયા બન્ને ખડ-ખડ-ખડ!
દુનિયાનીચોગરદમફરતી....
 
આભઅડીનેઊંચેઊભો
ડુંગર કૂદતી, ખીણો ખૂંદતી
હિમાલયઆવેસામો!
ગાડી તો ચાલ્યા કરતી,
ગાડીતોગભરાઈજઈને
દેશદેશનાં શહેરો પરથી
નાખેએનેત્યાંધામો!
દુનિયાની ચોગરદમ ફરતી....
ચાંદોઊતરે, સૂરજઊતરે,
 
ઊતરેતારલિયાનાંદળ;
આભ અડીને ઊંચે ઊભો
ખસેડવાહિમાલયનેસૌ
હિમાલય આવે સામો!
ચોગરદમથીકરતાંબળ.
ગાડી તો ગભરાઈ જઈને
ખસેતસુનાહિમાલયપણ,
નાખે એને ત્યાં ધામો!
પડતાંસૌવિમાસણમાં;
 
છૂટુંપડતુંવીજળી-એંજિન,
ચાંદો ઊતરે, સૂરજ ઊતરે,
વીખરાતાંવાદળક્ષણમાં!
ઊતરે તારલિયાનાં દળ;
ચાંદોભાગેપશ્ચિમદેશે,
ખસેડવા હિમાલયને સૌ
સૂરજભાગેપૂર્વદેશ;
ચોગરદમથી કરતાં બળ.
તારલિયાઆભેસંતાતા
 
મૂકીનેલશ્કરનોવેશ!
ખસે તસુ ના હિમાલય પણ,
પડતાં સૌ વિમાસણમાં;
છૂટું પડતું વીજળી-એંજિન,
વીખરાતાં વાદળ ક્ષણમાં!
 
ચાંદો ભાગે પશ્ચિમ દેશે,
સૂરજ ભાગે પૂર્વ દેશ;
તારલિયા આભે સંતાતા
મૂકીને લશ્કરનો વેશ!
</poem>
</poem>

Latest revision as of 07:44, 30 September 2022



વાદળની તો ગાડી કીધી,
વીજળીનું એંજિન કીધું;
તારલિયાનું લશ્કર બેઠું
ડબ્બામાં સીધેસીધું.

વીજળીએ વીસલ કીધી ને
ગાડી ઊપડી ગડ-ગડ-ગડ!
મોં મલક્યાં ચાંદા-સૂરજનાં,
હસિયા બન્ને ખડ-ખડ-ખડ!

ડુંગર કૂદતી, ખીણો ખૂંદતી
ગાડી તો ચાલ્યા કરતી,
દેશદેશનાં શહેરો પરથી
દુનિયાની ચોગરદમ ફરતી....

આભ અડીને ઊંચે ઊભો
હિમાલય આવે સામો!
ગાડી તો ગભરાઈ જઈને
નાખે એને ત્યાં ધામો!

ચાંદો ઊતરે, સૂરજ ઊતરે,
ઊતરે તારલિયાનાં દળ;
ખસેડવા હિમાલયને સૌ
ચોગરદમથી કરતાં બળ.

ખસે તસુ ના હિમાલય પણ,
પડતાં સૌ વિમાસણમાં;
છૂટું પડતું વીજળી-એંજિન,
વીખરાતાં વાદળ ક્ષણમાં!

ચાંદો ભાગે પશ્ચિમ દેશે,
સૂરજ ભાગે પૂર્વ દેશ;
તારલિયા આભે સંતાતા
મૂકીને લશ્કરનો વેશ!