વસુધા/જ્યોત જગાવો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|જ્યોત જગાવો|}} <poem> જીવનજ્યોત જગાવો, ::: પ્રભુ હે, જીવનજ્યોત જગાવો. ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો, આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો, ::: અમને રડવડતાં શિખવાડો. પ્રભુ હેo વણ દીવે...")
 
No edit summary
Line 20: Line 20:
ઉરની સાંકડલી શેરીના પંથે વિશાળ રચાવો,
ઉરની સાંકડલી શેરીના પંથે વિશાળ રચાવો,
હૈયાના ઝરણા નાનાને સાગર જેવું બનાવો,
હૈયાના ઝરણા નાનાને સાગર જેવું બનાવો,
::: અમને ગરજતાં શિખવાડો. પ્રભુ હેo
::: અમને ગરજંતાં શિખવાડો. પ્રભુ હેo


અમ જીવનની વાદળી નાની આભ વિષે જ ઉડાવો,
અમ જીવનની વાદળી નાની આભ વિષે જ ઉડાવો,

Revision as of 04:37, 8 October 2022

જ્યોત જગાવો

જીવનજ્યોત જગાવો,
પ્રભુ હે, જીવનજ્યોત જગાવો.

ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો,
આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો,
અમને રડવડતાં શિખવાડો. પ્રભુ હેo

વણ દીવે અંધારે જોવા આંખે તેજ ભરાવો,
વણ જહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો,
અમને ઝળહળતાં શિખવાડો. પ્રભુ હેo

ઊગતાં અમ મનનાં ફુલડાંને રસથી સભર બનાવો,
જીવનના રંગો પ્રગટાવા પીંછી તમારી ચલાવો,
અમને મઘમઘતાં શિખવાડો. પ્રભુ હેo

ઉરની સાંકડલી શેરીના પંથે વિશાળ રચાવો,
હૈયાના ઝરણા નાનાને સાગર જેવું બનાવો,
અમને ગરજંતાં શિખવાડો. પ્રભુ હેo

અમ જીવનની વાદળી નાની આભ વિષે જ ઉડાવો,
સ્નેહ-શક્તિ-બલિદાન-નીરથી ભરચક ધાર ઝરાવો,
અમને સ્થળસ્થળમાં વરસાવો. પ્રભુ હેo