વસુધા/કોક આવે છે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કોક આવે છે|}} <poem> કદીકે કોક આવે છે, ::: જીવનની નાની કેડીએ ::: થઈ વંટોળ આવે છે. નયનને કારણે ઊભી ટકોરા કૈં લગાવે છે, મિંચાતી પાંપણે બેસી હિલેાળા કૈં જગાવે છે. કદીકે ચિત્તની ચોકી વટાવી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
કદીકે કોક આવે છે, | ::કદીકે કોક આવે છે, | ||
:: જીવનની નાની કેડીએ | |||
:: થઈ વંટોળ આવે છે. | |||
નયનને કારણે ઊભી ટકોરા કૈં લગાવે છે, | નયનને કારણે ઊભી ટકોરા કૈં લગાવે છે, | ||
Line 13: | Line 13: | ||
ગરીબની અલ્પ શાન્તિને અહા નિર્દય ઝુંટાવે છે. | ગરીબની અલ્પ શાન્તિને અહા નિર્દય ઝુંટાવે છે. | ||
ધરીને શકલ યારીની મગજ | ધરીને શકલ યારીની મગજ ભોળું ભમાવે છે, | ||
નથી જ્યાં કોઈ ફાવ્યું ત્યાં સિફતથી ખૂબ ફાવે છે. | નથી જ્યાં કોઈ ફાવ્યું ત્યાં સિફતથી ખૂબ ફાવે છે. | ||
Line 19: | Line 19: | ||
‘મળી જા’ કે ‘મરી જા’ના સ્વરે મેહફિલ મચાવે છે. | ‘મળી જા’ કે ‘મરી જા’ના સ્વરે મેહફિલ મચાવે છે. | ||
હૃદયની | હૃદયની ખોલતાં ખિડકી, મિંચી આંખે ઝુકાવે છે, | ||
અહા એ મૌત કે જીવન | અહા એ મૌત કે જીવન કયો પૈગામ લાવે છે? | ||
કદીકે કોક આવે છે, | ::: કદીકે કોક આવે છે, | ||
:: અજબ ખુશબૂ ભર્યો ગાંડો | ::: અજબ ખુશબૂ ભર્યો ગાંડો | ||
:: થઈ વંટોળ આવે છે. | ::: થઈ વંટોળ આવે છે. | ||
</poem> | </poem> | ||
Revision as of 04:59, 8 October 2022
કોક આવે છે
કદીકે કોક આવે છે,
જીવનની નાની કેડીએ
થઈ વંટોળ આવે છે.
નયનને કારણે ઊભી ટકોરા કૈં લગાવે છે,
મિંચાતી પાંપણે બેસી હિલેાળા કૈં જગાવે છે.
કદીકે ચિત્તની ચોકી વટાવી દમ ભરાવે છે,
ગરીબની અલ્પ શાન્તિને અહા નિર્દય ઝુંટાવે છે.
ધરીને શકલ યારીની મગજ ભોળું ભમાવે છે,
નથી જ્યાં કોઈ ફાવ્યું ત્યાં સિફતથી ખૂબ ફાવે છે.
બચુકડી આશગુડિયાને અજબ તાલે નચાવે છે,
‘મળી જા’ કે ‘મરી જા’ના સ્વરે મેહફિલ મચાવે છે.
હૃદયની ખોલતાં ખિડકી, મિંચી આંખે ઝુકાવે છે,
અહા એ મૌત કે જીવન કયો પૈગામ લાવે છે?
કદીકે કોક આવે છે,
અજબ ખુશબૂ ભર્યો ગાંડો
થઈ વંટોળ આવે છે.