વસુધા/સાન્નિધ્ય તારે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાન્નિધ્ય તારે| }} <poem> સાન્નિધ્ય તારે સખિ, પ્રાણપોયણી ખીલે, ઢળે રંગપરાગ એના મૂકે કરી કંટકનાં ય પુષ્પો. સાન્નિધ્ય તારે ઉરને હિમાલય ઝરીઝરી આ સહરા શી જિન્દગી વિષે રચે કાશ્મીરકે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
મૂકે કરી કંટકનાં ય પુષ્પો. | મૂકે કરી કંટકનાં ય પુષ્પો. | ||
સાન્નિધ્ય તારે | સાન્નિધ્ય તારે ઉરનો હિમાલય | ||
ઝરીઝરી આ સહરા શી જિન્દગી | ઝરીઝરી આ સહરા શી જિન્દગી | ||
વિષે રચે કાશ્મીરકેરી કુંજો. | વિષે રચે કાશ્મીરકેરી કુંજો. | ||
સાન્નિધ્ય તારે સખિ, સૌ અજંપા | સાન્નિધ્ય તારે સખિ, સૌ અજંપા | ||
જંપે, અટૂલું | જંપે, અટૂલું અડવાતું હૈયું | ||
પ્રસ્પન્દતીર્થે તવ તુષ્ટિ પામતું. | પ્રસ્પન્દતીર્થે તવ તુષ્ટિ પામતું. | ||
સાન્નિધ્ય તારે સખિ, જિન્દગીની ૧૦ | સાન્નિધ્ય તારે સખિ, જિન્દગીની ૧૦ | ||
અમાસ આ પૂનમ | અમાસ આ પૂનમ તો બની જતી, | ||
કંકાલને પ્રાણની લ્હાણ લાધતી. | કંકાલને પ્રાણની લ્હાણ લાધતી. | ||
Latest revision as of 05:06, 8 October 2022
સાન્નિધ્ય તારે
સાન્નિધ્ય તારે સખિ, પ્રાણપોયણી
ખીલે, ઢળે રંગપરાગ એના
મૂકે કરી કંટકનાં ય પુષ્પો.
સાન્નિધ્ય તારે ઉરનો હિમાલય
ઝરીઝરી આ સહરા શી જિન્દગી
વિષે રચે કાશ્મીરકેરી કુંજો.
સાન્નિધ્ય તારે સખિ, સૌ અજંપા
જંપે, અટૂલું અડવાતું હૈયું
પ્રસ્પન્દતીર્થે તવ તુષ્ટિ પામતું.
સાન્નિધ્ય તારે સખિ, જિન્દગીની ૧૦
અમાસ આ પૂનમ તો બની જતી,
કંકાલને પ્રાણની લ્હાણ લાધતી.
સાન્નિધ્ય તારે પ્રિય, સર્વ વાચા
વાચાળ કો મૌન વિષે સમાપતી,
ને સૌ વ્યથા હર્ષકથા થઈ જતી.
સાન્નિધ્ય તારે સખિ, આ ધરિત્રી
ડગેડગે રૂપ વસન્તનું ધરે,
સુહાગ તારે મૃદુ સૌમ્ય નીતરે,
ને આ કંગાળ હૈયે વિપુલ મુદતણા
વૈભવોને ભરે ભરે. ૨૦