વસુધા/પૂર્ણિમા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પૂર્ણિમા|}} <poem> સાતે સાગરમાં પ્રચણ્ડ ભરતી ભાળી હસી પૂર્ણિમા; કિન્તુ ત્યાં ભરતીહીણું ઉર હતું ખાલી મહા ભાણ્ડ શું, જેમાં તે બહુ ઝૂઝી તે ય ભરતી સાધી શકી લેશ ના! એ તો શક્ય બન્યું, યદ...")
(No difference)

Revision as of 06:25, 10 October 2022

પૂર્ણિમા

સાતે સાગરમાં પ્રચણ્ડ ભરતી ભાળી હસી પૂર્ણિમા;
કિન્તુ ત્યાં ભરતીહીણું ઉર હતું ખાલી મહા ભાણ્ડ શું,
જેમાં તે બહુ ઝૂઝી તે ય ભરતી સાધી શકી લેશ ના!

એ તો શક્ય બન્યું, યદા ગગનના આવાસને છોડી ને
પૃથ્વી પે વસનારીના મુખ પરે રહેતી બની પૂર્ણિમા!