રાણો પ્રતાપ/પહેલો પ્રવેશ3: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પહેલો પ્રવેશ|'''અંક ચોથો''}}")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પહેલો પ્રવેશ|'''અંક ચોથો''}}
{{Heading|પહેલો પ્રવેશ|'''અંક ચોથો''}}
{{Space}}સ્થળ : ફિનશરાનો કિલ્લો. સમય : દિવસનો બીજો પ્રહર.
{{Right|[શક્તસિંહ એકલો બગીચામાં ફરે છે.]}}
{{Ps
|શક્ત :
|[સ્વગત] સલીમ! આટલા દિવસ હું ચૂપ કરીને આ કિલ્લામાં બેસી રહ્યો છું, તેથી સમજતો ના કે તારા પગની પાટુનું વેર હું વીસરી ગયો છું. આગ્રાથી આવતાં આવતાં રસ્તે ક્ષત્રિય સૈન્ય એકઠું કરીને આ કિલ્લામાં લઈ આવ્યો છું. પરંતુ એટલેથી હું જંપ્યો નથી. બદલો લેવાનો મોકો જ હું શોધી રહ્યો છું. આ ખાતર મેં કેટકેટલા નિર્દોષ બિચારાંની હત્યા કરી છે, ને હજુ કેટલી વધુ કરવી પડશે એ કોને ખબર છે? એમાં શું હું અન્યાય કરું છું? બિલકુલ નહિ. એક સીતાને છોડાવવા ખાતર હજારો નિર્દોષ દેશભક્ત અને રાજભક્ત રાક્ષસોની હત્યા શું રામચંદ્રે નહોતી કરી? એ હિસાબે હું શું અન્યાય કરું છું?
}}
{{Right|[એક દૂત આવીને નમન કરે છે.]}}
{{Ps
|શક્ત :
|બાતમી મળી?
}}
{{Ps
|દૂત :
|હા, હા. રાણાજી અત્યારે બિઠુરના જંગલમાં છે; અને માનસિંહે કોમલમીરને આગ લગાડી, એ સમાચાર સાચા છે.
}}
{{Ps
|શક્ત :
|સારું! કાલે કૂચ કરશું. જા, કિલ્લેદારને મોકલ.
}}
{{Right|[દૂત જાય છે.]}}
{{Ps
|શક્ત :
|માનસિંહ! આનો બદલો પણ લઈશ. આ આવે દૌલતઉન્નિસા.
}}
{{Right|[સંકોચાની સંકોચાતી દૌલતઉન્નિસા દાખલ થાય છે.]}}
{{Ps
|શક્ત :
|[દૌલતને ચૂપ જોઈને] કેમ, શું જોઈએ, દૌલત?
}}
{{Ps
|દૌલત :
|શીતળ છાયા.
}}
{{Ps
|શક્ત :
|હં! શીતળ છાયા! બીજું કાંઈ હવે કહેવાનું રહ્યું છે, દૌલત? કેમ ચૂપ રહી?
}}
{{Ps
|દૌલત :
|નાથ! [એટલું બોલીને દૌલત ચૂપ રહે છે.]
}}
{{Ps
|શક્ત :
|હં! ‘નાથ’! ત્યાર પછી કાંઈ? જો, દૌલત, આ ખરે બપોરે સળગી મરતા હોઈએ એ વખતે ‘નાથ’ ‘પ્રાણેશ્વર’ વગેરે વિશેષણો જરા વસમાં થઈ પડે છે હો! પ્રણયનો પ્રથમ અધ્યાય ચાલતો હોય ત્યારે તો આ વિશેષણો ચાલે, પણ પરણ્યાને બાર માસ વીતી ગયા હોય, ને પછી ઘડીએ ને પહોરે ‘નાથ!’ ‘પ્રાણેશ્વર!’ વગેરે સ્વરો છૂટતા હોય, તે તો ધગધગતા રસોડાની અંદર બેઠો બેઠો રસોઈયો મલાર રાગ આરડતો હોય, એના જેવું લાગે, નહિ?
}}
{{Ps
|દૌલત :
|નાથ! પુરુષોની વાત તો હું નથી જાણતી! બાકી સ્ત્રીનો પ્રેમ તો સદાય એકસરખો જ રહે છે.
}}
{{Ps
|શક્ત :
|એટલે કે પુરુષની લાલસા તૃપ્ત થાય, ને સ્ત્રીની લાલસા છીપે જ નહિ, એમ ને?
}}
{{Ps
|દૌલત :
|સ્વામી અને સ્ત્રીનો સંબંધ શું એટલો જ છે, સ્વામી?
}}
{{Ps
|શક્ત :
|હા, એટલો જ. પુરોહિત બે-ચાર અનુસ્વાર-વિસર્ગ બબડી જાય એથી કાંઈ એ સંબંધનો મહિમા વધી નથી જતો — અને આપણાં લગ્નમાં તો એ પણ ક્યાં હતું? સમાજની નજરે તો તું મારી સ્ત્રી નહિ, પણ રખાત ગણાય!
}}
{{Right|[દૌલતઉન્નિસાનો ચહેરો, કાનનાં મૂળ પર્યંત લાલચોળ બને છે.]}}
{{Ps
|દૌલત :
|પ્રભુ!
}}
{{Ps
|શક્ત :
|તું હમણાં ચાલી જા, દૌલત! સ્ત્રીના અધરામૃતપાન ઉપરાંત બીજાં બે-ચાર કામ પણ પુરુષોને હોય છે, સમજી!
}}
{{Right|[ધીરે ધીરે, નીચે ઢળેલે વદને દૌલત ચાલી જાય છે.]}}
{{Ps
|શક્ત :
|[એકલો] આનું નામ તે સ્ત્રી! કેટલી અસાર! કેટલી કદાકાર! આપણે માત્ર લાલસાના માર્યા જ એને સુંદર માનીએ! એકલી સ્ત્રીઓ જ નહિ, ખુદ મનુષ્ય જ મહા નીચ જનાવર! એક ક્ષુદ્ર જંતુ પણ એવું નથી, કે જે નગ્ન મનુષ્યના કરતાં વધુ સુંદર ન હોય. માનવ-શરીર એટલું તો અધમ છે કે પોતાના પોષણને ખાતર જેટલી સુંદર, સ્વાદિષ્ટ અને સુંગધી ચીજો દેખે તેટલી ખાય અને પછી [પોતાના બે હાથ દાબીને] બહાર કાઢે કેવો પદાર્થ! એ શરીરના પસીનામાંથી પણ દુર્ગંધ જ છૂટે. અને એ શરીર પોતે? મર્યા પછી બે દિવસ તો રાખો! કેવી ભયાનક દુર્ગંધ મારે!
}}
{{Right|[કિલ્લેદાર આવે છે.]}}
{{Ps
|કિલ્લેદાર :
|બાપુ, કાલે જવાના છો?
}}
{{Ps
|શક્ત :
|હા, કાલે સવારે. તમારી પાસે આંહીં એક હજાર યોદ્ધા રાખી જાઉં છું. અને, જોજો, મારી પત્ની અંદર છે એ વાત બહાર ન પડી જાય.
}}
{{Ps
|કિલ્લેદાર :
|જેવી આજ્ઞા.
}}
{{Ps
|શક્ત :
|જાઓ.
}}
{{Right|[કિલ્લેદાર જાય છે.]}}
{{Ps
|શક્ત :
|[સ્વગત] સલીમ! અકબર! મોગલ સામ્રાજ્ય! તમને ત્રણેયને સાથે જ સંહારી નાખીશ.
}}
{{Right|[જાય છે.]}}
26,604

edits