ખારાં ઝરણ/2: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|2|}} <poem> દશ્યો છે, બેશુમાર છે, આંખો છે કે વખાર છે? આકાશે ધક્કો માર્યો, ખરતા તારે સવાર છે. ગુલામપટ્ટો પહેરાવે, ઈચ્છાઓનું બજાર છે. નામ જવા દો ઈશ્વરનું, ગામ આખાનો ઉતાર છે. પરપોટામ...") |
(No difference)
|
Revision as of 10:13, 12 October 2022
2
દશ્યો છે, બેશુમાર છે,
આંખો છે કે વખાર છે?
આકાશે ધક્કો માર્યો,
ખરતા તારે સવાર છે.
ગુલામપટ્ટો પહેરાવે,
ઈચ્છાઓનું બજાર છે.
નામ જવા દો ઈશ્વરનું,
ગામ આખાનો ઉતાર છે.
પરપોટામાં ફરે હવા,
જળ મધ્યેનો વિહાર છે.
મેં દીઠી છે સુગંધને,
પતંગિયાનો પ્રકાર છે.
મેં સારેલાં આંસુઓ,
તારે નામે ઉધાર છે.
૨૩-૩-૨૦૦૭