કંકાવટી મંડળ 2/બીજ માવડી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બીજ માવડી|}} અજવાળી બીજનું આ નાનકડું વ્રત છે. મહિને મહિને બીજનો ચંદ્ર ઊગે. તેને આકાશમાંથી પારખી લેવા છોકરાં ટોળે વળે. રૂપાના તાંતણા જેવી પાતળી ચંદ્રલેખાને જોતાં જ છોકરાં બોલ...") |
(No difference)
|
Revision as of 10:36, 14 October 2022
બીજ માવડી
અજવાળી બીજનું આ નાનકડું વ્રત છે. મહિને મહિને બીજનો ચંદ્ર ઊગે. તેને આકાશમાંથી પારખી લેવા છોકરાં ટોળે વળે. રૂપાના તાંતણા જેવી પાતળી ચંદ્રલેખાને જોતાં જ છોકરાં બોલે :
બીજ માવડી!
ચૂલે તાવડી
બે ગોધા ને એક ગાવડી.