સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/શૂરવીરની પહેલી મિલન-રાત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|શૂરવીરની પહેલી મિલન-રાત|}} {{Poem2Open}} [દુહા] પે’લો પહોરો રેનરો, દીવડા ઝાકમઝોળ, પિયુ કંટાળો કેવડો, ધણ કંકુની લોળ. [1] [મિલન-રાત્રિનો પહેલો પહોર છે. દીવા ઝળહળે છે. સ્વામી કાંટાળા કેવડા સ...")
(No difference)

Revision as of 13:02, 2 November 2022

શૂરવીરની પહેલી મિલન-રાત


[દુહા] પે’લો પહોરો રેનરો, દીવડા ઝાકમઝોળ, પિયુ કંટાળો કેવડો, ધણ કંકુની લોળ. [1] [મિલન-રાત્રિનો પહેલો પહોર છે. દીવા ઝળહળે છે. સ્વામી કાંટાળા કેવડા સરખો સુંદર અને સુગંધમય દીસે છે. સ્ત્રી જાણે કંકુમાંથી સર્જેલી પૂતળી લાગે છે.] દુજો પહોરો રેનરો, વધીઆ નેહસનેહ, ધણ ત્યાં ધરતી હો રહી, પિયુ અષાઢો મેહ. [2] [રાત્રિનો બીજો પહોર બેઠો. એ અજાણ્યા યુગલ વચ્ચે પ્રીતડી વધી પડી. પત્ની તૃષાતુર ધરણી સમ બની ગઈ ને પિયુ અષાઢીલા મેઘ જેવો પ્રેમધારા વરસાવવા લાગ્યો.] ત્રીજો પહોરો રેનરો, દીવડા શાખ ભરે, ધણ જીતી પિયુ હારિયો, રાખ્યો હાર કરે. [3] [ત્રીજા પહોરે દીવાની સાક્ષી રાખીને પ્રીતિના ખેલ ખેલાયા. પત્ની જીતી ને પતિ હારી ગયો. હારેલા પતિને સ્ત્રીએ કબજામાં લીધો. શી રીતે? હૈયાનો હાર કરી લઈને.] ચોથો પહોરો રેનરો, બોલ્યા કૂકડ કાગ, ધણ સંભાળે કંચવો, પિયુ સંભાળે પાગ! [4] [ચોથે પહોરે તો પ્રભાત પડ્યું, કૂકડા ને કાગડા બોલ્યા. સ્ત્રીએ પોતાની કાંચળી સંભાળી લીધી ને પતિએ પાઘડી લીધી.] પાંચમો પહોરો દિવસરો, ધણ ઊભી ઘરબાર, રૂમઝૂમ રૂમઝૂમ હો રહી, ચૂડી કંકણ હાર. [5] [પાંચમે પહોરે, દિવસ વેળાએ, પત્ની ઘરને બારણે ઊભી રહી. એના હાથની ચૂડીઓ, કંકણો અને ડોકના હાર રૂમઝૂમાટ કરી રહ્યા છે.] છઠો પહોરો દિવસરો, કરિયા જિમ્મણવાર, તન ચોખા મન લાપસી, નેણાં ઘીની ધાર. [6] [છઠ્ઠે પહોરે જમણ બનાવીને જમાડે છે. તનરૂપી ચોખા : મનરૂપી કંસાર; અને તેમાં આંખોનાં અમીરૂપી ઘીની ધાર પીરસાય છે.] સાતમો પહોરો દિવસરો, પિયુજી વાડીએ જાય, પિયુજી લાવે અંબફળ, ધણ ઘોળે પિયુ ખાય. [7] [દિવસને સાતમે પહોરે પતિ વાડીમાં જાય છે. ત્યાંથી કેરીઓ લાવે છે. સ્ત્રી કેરીઓ ઘોળતી જાય છે ને પતિ ચૂસતો જાય છે.] આઠમો પહોરો દિવસરો, ચડી દીવડલે વાટ, ધણ મરકે પિયુ હસે, ફેર બિછાવે ખાટ. [8] [આઠમો પહોર બેઠો. દીવા પેટાયા. પત્ની મરક મરક મલકી રહી છે. પતિ હસે છે. ફરી વાર સેજ પથરાય છે.]