કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪. ચાંદની: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪. ચાંદની|}} <poem> ઝીણી ઝીણી ઝરે ચાંદની રે {{Space}} એની ચોખલિયાળી ભાત, અરુપરુ એમાં ઊજળી રે {{Space}} કાંઈ રાત રમે રળિયાત. ઓલી શેરીમાંથી આવતા રે {{Space}} મધમીઠા મનના સૂર, ધીમાં તે ઢોલક વાગતાં રે {...") |
(No difference)
|
Revision as of 06:14, 8 November 2022
૪. ચાંદની
ઝીણી ઝીણી ઝરે ચાંદની રે
એની ચોખલિયાળી ભાત,
અરુપરુ એમાં ઊજળી રે
કાંઈ રાત રમે રળિયાત.
ઓલી શેરીમાંથી આવતા રે
મધમીઠા મનના સૂર,
ધીમાં તે ઢોલક વાગતાં રે
કાંઈ નયણે ઝળકે નૂર.
ચોખ્ખા આકાશની ચાંદની રે
આજ ભીંજવે ગામનો ચોક,
પૂરણ ખીલ્યાં પોયણાં રે
એમાં તરતાં જાય અથોક;
ઝીણાં ઝીણાં એને ઝીલતાં રે
બાઈ, મુખડાં મલકે કોક.
(તરણાં, પૃ. ૧૦૦)