કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૭. ગેબી ગુંજતો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૭. ગેબી ગુંજતો|}} <poem> સાવ રે સાદો તંબુર તાણિયો {{Space}} એનો બજે એકલતાર, એકને ઝણકારે જાગે જુવો, {{Space}} ગાણાં ગળૂંભી અપાર; {{Space}} સાવ રે સાદામાં ગેબી ગુંજતો. પવને પડેલા ટેટા દડબડે {{Space}} કરતા બી...")
(No difference)

Revision as of 06:19, 8 November 2022

૭. ગેબી ગુંજતો


સાવ રે સાદો તંબુર તાણિયો
          એનો બજે એકલતાર,
એકને ઝણકારે જાગે જુવો,
          ગાણાં ગળૂંભી અપાર;
          સાવ રે સાદામાં ગેબી ગુંજતો.
પવને પડેલા ટેટા દડબડે
          કરતા બીની બિછાત,
એક રે બીમાં બોઈ અણગણી
          વન વન વડલાની ભાત;
          સાવ રે સાદામાં ગેબી ગુંજતો.
આ રે મેડી બની સાંકડી
          એમાં જાળિયુંની જોડ,
એ રે જાળીમાં જુવો, નીતર્યું
          આખું આભ નિચોડ
          સાવ રે સાદામાં ગેબી ગુંજતો.
કાચી માટીનાં આ તો ભીંતડાં
          એમાં પલ પલે પ્રાણ,
એ રે ગારામાં ઝળૂંબિયા
          જુવો, ઝળહળ ભાણ
          સાવ રે સાદામાં ગેબી ગુંજતો.
સાવ રે સાદો પ્યાલો પ્રેમનો
          મારો ભર્યો ભરપૂર,
એને રે પાતાં ને પીતાં પ્રગટિયા
          હરિ હસીને હજૂર;
         સાવ રે સાદામાં ગેબી ગુંજતો.
(તરણાં, પૃ. ૧૬૩-૧૬૪)