સૌરાષ્ટ્રની રસધાર ભાગ-4/મરશિયાની મોજ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 15: | Line 15: | ||
</poem> | </poem> | ||
'''[હે દાત્રાણા ગામના ચારણ, નાગાજણ, હે ચારણોના પાડા (કુળ)ના વડીલ, આજે તું મરતાં તો દિશાઓ જાણે ચક્કર ફરવા લાગી. જાણે ગિરનાર પર્વત ખળભળ્યો.]''' | '''[હે દાત્રાણા ગામના ચારણ, નાગાજણ, હે ચારણોના પાડા (કુળ)ના વડીલ, આજે તું મરતાં તો દિશાઓ જાણે ચક્કર ફરવા લાગી. જાણે ગિરનાર પર્વત ખળભળ્યો.]''' | ||
<poem> | |||
ગઢવી, ગળબથ્થે, નાગાજણ મળશે નહિ, | ગઢવી, ગળબથ્થે, નાગાજણ મળશે નહિ, | ||
રમતિયાળ રમે, દીપક ગોદાત્રાણા ધણી. | રમતિયાળ રમે, દીપક ગોદાત્રાણા ધણી. | ||
</poem> | </poem> | ||
'''[હે નાગાજણ ગઢવી, ગળે બથો ભરવા માટે તું હવે ક્યાંથી મળવાનો? હે કુળના દીપક, પ્રીતિની રમતો રમીને તું તો ચાલ્યો ગયો.]''' | '''[હે નાગાજણ ગઢવી, ગળે બથો ભરવા માટે તું હવે ક્યાંથી મળવાનો? હે કુળના દીપક, પ્રીતિની રમતો રમીને તું તો ચાલ્યો ગયો.]''' | ||
<poem> | |||
સૂતો સૌ સંસાર, સાયર-જળ સૂવે નહિ, | સૂતો સૌ સંસાર, સાયર-જળ સૂવે નહિ, | ||
ઘટમાં ઘૂઘરમાળ, નાખીને હાલ્યો નાગાજણા! | ઘટમાં ઘૂઘરમાળ, નાખીને હાલ્યો નાગાજણા! | ||
</poem> | </poem> | ||
'''[સૃષ્ટિના તમામ જીવ રોજ થોડી થોડી વાર જંપી જાય, પણ દરિયાનાં નીરને જંપ ક્યાં? દિવસ અને રાત એ રુદન કરે છે. મારા અંતરના સમુદ્રની પણ તું મરતાં એવી જ ગતિ થઈ ગઈ છે. હૃદયમાં કલ્પાંતની ઘૂઘરમાળા પહેરાવીને, હે નાગાજણ, તું ચાલ્યો ગયો.]''' | '''[સૃષ્ટિના તમામ જીવ રોજ થોડી થોડી વાર જંપી જાય, પણ દરિયાનાં નીરને જંપ ક્યાં? દિવસ અને રાત એ રુદન કરે છે. મારા અંતરના સમુદ્રની પણ તું મરતાં એવી જ ગતિ થઈ ગઈ છે. હૃદયમાં કલ્પાંતની ઘૂઘરમાળા પહેરાવીને, હે નાગાજણ, તું ચાલ્યો ગયો.]''' | ||
<poem> | |||
ગઢવી બીજે ગામ, અધઘડી આહેરતું નહિ, | ગઢવી બીજે ગામ, અધઘડી આહેરતું નહિ, | ||
નાગાજણનું નામ, દુર્લભ થ્યું દાત્રાણા-ધણી! | નાગાજણનું નામ, દુર્લભ થ્યું દાત્રાણા-ધણી! | ||
શઢ સાબદો કરે, નાગાજણ, હંકાર્યું નહિ, | શઢ સાબદો કરે, નાગાજણ, હંકાર્યું નહિ, | ||
(એનો) માલમી ગ્યો મરે, સફરી શણગારેલ રિયું. | (એનો) માલમી ગ્યો મરે, સફરી શણગારેલ રિયું. | ||
</poem> | |||
'''[હે નાગાજણ, જીવતરની નૌકાના સઢ ચડાવ્યા, મુસાફરી માટે બધી તૈયારી કરી, પણ ત્યાં તો તું — નાવિક — ચાલ્યો ગયો અને વહાણ શણગારેલું જ રહી ગયું.]''' | '''[હે નાગાજણ, જીવતરની નૌકાના સઢ ચડાવ્યા, મુસાફરી માટે બધી તૈયારી કરી, પણ ત્યાં તો તું — નાવિક — ચાલ્યો ગયો અને વહાણ શણગારેલું જ રહી ગયું.]''' | ||
<poem> | |||
સૂતો સોડ્ય કરે, બોલાવ્યો બોલે નહિ, | સૂતો સોડ્ય કરે, બોલાવ્યો બોલે નહિ, | ||
હોંકારો નવ દે, નાગાજણ! નીંભર થિયો. | હોંકારો નવ દે, નાગાજણ! નીંભર થિયો. | ||
</poem> | |||
'''[હે સોડ તાણીને સૂતેલા કંથ, કાં મારાં સાદનો હોંકારોયે નથી દેતો? હે નાગાજણ, તું કેમ નઠોર થયો?]''' | '''[હે સોડ તાણીને સૂતેલા કંથ, કાં મારાં સાદનો હોંકારોયે નથી દેતો? હે નાગાજણ, તું કેમ નઠોર થયો?]''' | ||
<poem> | |||
મ જાણ મીઠપ સેં, તું ખપીએ ખારાં, | મ જાણ મીઠપ સેં, તું ખપીએ ખારાં, | ||
ભાડાતને ભાડાં, નશાં દેવાં નાગાજણા! | ભાડાતને ભાડાં, નશાં દેવાં નાગાજણા! | ||
</poem> | |||
'''[હે પતિ નાગાજણ, એમ મા સમજજે કે હવે જીવવામાં મને મીઠાશ છે. તું ચાલ્યો જતાં તો અન્નજળ ખારાં થઈ પડ્યાં છે. શું કરું? દેહનાં ભાડાં તો આત્મારૂપી ભાડૂતને દેવાં જ પડે છે.]''' | '''[હે પતિ નાગાજણ, એમ મા સમજજે કે હવે જીવવામાં મને મીઠાશ છે. તું ચાલ્યો જતાં તો અન્નજળ ખારાં થઈ પડ્યાં છે. શું કરું? દેહનાં ભાડાં તો આત્મારૂપી ભાડૂતને દેવાં જ પડે છે.]''' | ||
<poem> | |||
ભાંગ્યું ભાડ ચડે, વાણ વસિયાતું તણું, | ભાંગ્યું ભાડ ચડે, વાણ વસિયાતું તણું, | ||
આઘો પંથ આવે, નાંગલ તૂટ્યું નાગાજણા! | આઘો પંથ આવે, નાંગલ તૂટ્યું નાગાજણા! |
Latest revision as of 07:36, 8 November 2022
નાગાજણ ગઢવીની ઘરવાળી કાંઈ મરશિયા ગાય છે! કાંઈ મીઠા મરશિયા ગાય છે! વજ્રની છાતીનેય વીંધી નાખે એવા એના વિલાપ! કોઈને મીઠે ગળે ધોળમંગળ ગાતાં આવડે, કોઈ વળી રાસડા લેવરાવતાં લેવરાવતાં આભ-ધરતીને ચકડોળે ચડાવે, કોઈ હાલરડાં ગાઈને નખ્ખેદમાં નખ્ખેદ છોકરાંનેય છાનાં રાખી ઊંઘાડી દે. પણ આ ચારણીને તો રોવાનો ઈલમ હાથ પડી ગયેલો. સાંભળનારને સાચેસાચ મરીને પોતાના નામને એના કંઠમાં ઉતરાવવાનું મન થાય. “નાગાજણ! નાગાજણ! તું ભાગ્યશાળી છો, હો! તારી અસ્ત્રી જે દી તારા નામના મરશિયા બોલશે, તે દી તો કાંઈ ખામી નહિ રહે. કાચાપોચાની છાતી તે દી ઝીલશે નહિ.” નાગાજણને વિચાર ઊપડ્યો : ‘સાચી વાત. હું મરીશ તે દી મરશિયા સહુ સાંભળશે, ફક્ત હું જ નહિ સાંભળું. એમ તે કાંઈ થાય? એવો હિલોળો માણ્યા વિના તે કાંઈ મરી જવાતું હશે?” “હું આજ ગામતરે જાઉં છું. આઠે જમણે આવીશ.” એમ કહી નાગાજણ ચાલી નીકળ્યો. દિવસ આથમવા ટાણે અંધારામાં પાછો આવીને ખોરડાની પછીતે સંતાઈને બેસી ગયો. માણસે આવીને ચારણીને સમાચાર દીધા : “બોન, તારાં કરમ ફૂટી ગયાં. સીમાડે નાગાજણને કાળો એરુ આભડ્યો. એના પ્રાણ નીકળી ગયા.” ધીમે ધીમે ચારણીના દિલમાં વિયોગનું દુઃખ જેમ જેમ ઘૂંટાતું ગયું, તેમ તેમ એ મરશિયા ગાતી રોવા લાગી :
ચડિયું ચાક બંબાળ, દશ્યું દાત્રાણાના ધણી,
નાગાજણ, ગરનાર, ધુંખળિયો પાડાના ધણી.
[હે દાત્રાણા ગામના ચારણ, નાગાજણ, હે ચારણોના પાડા (કુળ)ના વડીલ, આજે તું મરતાં તો દિશાઓ જાણે ચક્કર ફરવા લાગી. જાણે ગિરનાર પર્વત ખળભળ્યો.]
ગઢવી, ગળબથ્થે, નાગાજણ મળશે નહિ,
રમતિયાળ રમે, દીપક ગોદાત્રાણા ધણી.
[હે નાગાજણ ગઢવી, ગળે બથો ભરવા માટે તું હવે ક્યાંથી મળવાનો? હે કુળના દીપક, પ્રીતિની રમતો રમીને તું તો ચાલ્યો ગયો.]
સૂતો સૌ સંસાર, સાયર-જળ સૂવે નહિ,
ઘટમાં ઘૂઘરમાળ, નાખીને હાલ્યો નાગાજણા!
[સૃષ્ટિના તમામ જીવ રોજ થોડી થોડી વાર જંપી જાય, પણ દરિયાનાં નીરને જંપ ક્યાં? દિવસ અને રાત એ રુદન કરે છે. મારા અંતરના સમુદ્રની પણ તું મરતાં એવી જ ગતિ થઈ ગઈ છે. હૃદયમાં કલ્પાંતની ઘૂઘરમાળા પહેરાવીને, હે નાગાજણ, તું ચાલ્યો ગયો.]
ગઢવી બીજે ગામ, અધઘડી આહેરતું નહિ,
નાગાજણનું નામ, દુર્લભ થ્યું દાત્રાણા-ધણી!
શઢ સાબદો કરે, નાગાજણ, હંકાર્યું નહિ,
(એનો) માલમી ગ્યો મરે, સફરી શણગારેલ રિયું.
[હે નાગાજણ, જીવતરની નૌકાના સઢ ચડાવ્યા, મુસાફરી માટે બધી તૈયારી કરી, પણ ત્યાં તો તું — નાવિક — ચાલ્યો ગયો અને વહાણ શણગારેલું જ રહી ગયું.]
સૂતો સોડ્ય કરે, બોલાવ્યો બોલે નહિ,
હોંકારો નવ દે, નાગાજણ! નીંભર થિયો.
[હે સોડ તાણીને સૂતેલા કંથ, કાં મારાં સાદનો હોંકારોયે નથી દેતો? હે નાગાજણ, તું કેમ નઠોર થયો?]
મ જાણ મીઠપ સેં, તું ખપીએ ખારાં,
ભાડાતને ભાડાં, નશાં દેવાં નાગાજણા!
[હે પતિ નાગાજણ, એમ મા સમજજે કે હવે જીવવામાં મને મીઠાશ છે. તું ચાલ્યો જતાં તો અન્નજળ ખારાં થઈ પડ્યાં છે. શું કરું? દેહનાં ભાડાં તો આત્મારૂપી ભાડૂતને દેવાં જ પડે છે.]
ભાંગ્યું ભાડ ચડે, વાણ વસિયાતું તણું,
આઘો પંથ આવે, નાંગલ તૂટ્યું નાગાજણા!
[હે વહાલા નાગાજણ! તારું જીવતર તો અમારા જેવા પરદેશી વેપારીના વહાણ તુલ્ય હતું. આજ એ નાવ અર્ધે પંથે આવીને ખરાબે ચડીને ભાંગી ગયું. મારી નૌકાનાં દોરડાં છેદાઈ ગયાં. હવે હું ક્યાં નીકળીશ?]
આંસુડે ઘૂમટો ભીંજાઈ ગયો, અને જેમ જેમ રાત જામતી ગઈ તેમ તેમ એનો કંઠ વધુ ગળતો ચાલ્યો. નાગાજણની છાતી ગજ ગજ ઉછાળા મારવા મંડી, ધરાઈ રહ્યો. તૃપ્ત થઈ ગયો. ઘર પછવાડેથી આવીને એણે ચારણીનો ઘૂમટો ખેંચ્યો. “લે, હવે બસ કર; બસ કર; તારી વા’લપનાં પારખાં થઈ ગયાં.” ચારણી ચોંકી. આ શું! મડું મસાણેથી પાછું આવ્યું? “ચારણ! જોગમાયાની આણ છે. બોલ, માનવી કે પ્રેત?” “માનવી. રૂંવાડુંયે ફર્યું નથી.’ “ચારણ, એરુ નથી આભડ્યો?” “ના, એ તો મરશિયા માણવાની મોજ.” “માણી લીધી?” “પેટ ભરી ભરીને.” ચારણીએ ભરથાર સામે પીઠ ફેરવી. ઘૂમટો વધુ નીચે ઉતાર્યો. ચારણે ચમકીને પૂછ્યું : “કેમ આમ?’ “ચાલ્યો જા, ગઢવી! તુંને મૂવો વાંછ્યો. તારું નામ દઈને હું તુંને રોઈ. હવે તું મારે મન મડું જ છો. મડાંનાં મોઢાં જોવાય નહિ. જા, જીવીએ ત્યાં લગી રામ રામ જાણજે.” “આ શું, ચારણી?” “ચારણીની ઠેકડી!” લોકવાણી ભાખે છે કે એ અબોલા અને અજોણાં જીવતરભર ટક્યાં હતાં.