કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૧૭. આવો!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૭. આવો!|}} <poem> અમે રે સૂકું રૂનું પૂમડું, {{Space}}       તમે અત્તર રંગીલા રસદાર; તરબોળી દ્યોને તારેતારને, {{Space}}         વીંધો અમને વ્હાલા, આરંપાર :  {{Space}}        આવો, રે આવો હો જીવણ,...")
(No difference)

Revision as of 11:37, 8 November 2022

૧૭. આવો!


અમે રે સૂકું રૂનું પૂમડું,
                તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યોને તારેતારને,
                  વીંધો અમને વ્હાલા, આરંપાર :
                  આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે સૂના ઘરનું જાળિયું,
                  તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
                  ભરો લખ લખ અદીઠા અંબાર :
                  આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે ઊધઈ-ખાધું ઈંધણું,
                  તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
                  આપો અમને અગનના શણગાર :
                  આવો, રે આવો હો જીવણ, આમના.

૧૪-૧૨-’૫૫ (ગોરજ, પૃ. ૧૪૮)