કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૦. ગોરજ ટાણે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૦. ગોરજ ટાણે|}} <poem> બારણે બેસી, નીરખું સાંજ-સવાર, કોઈ ગોવાળનાં ગોધણ રૂડાં આવે-જાય અપાર — બારણે બેસી, નીરખું સાંજ-સવાર. કિરણોની લખ છૂટતી ધેનુ, અબરખી એની ઊડતી રેણુ, કોઈની વેણુ, વાગ...") |
(No difference)
|
Revision as of 11:43, 8 November 2022
૨૦. ગોરજ ટાણે
બારણે બેસી, નીરખું સાંજ-સવાર,
કોઈ ગોવાળનાં ગોધણ રૂડાં
આવે-જાય અપાર —
બારણે બેસી, નીરખું સાંજ-સવાર.
કિરણોની લખ છૂટતી ધેનુ,
અબરખી એની ઊડતી રેણુ,
કોઈની વેણુ, વાગતી પાઈ દુલાર —
બારણે બેસી, નીરખું સાંજ-સવાર.
મનની મારી કોડ્યથી કાળી,
ઝૂરે આતમધેન રૂપાળી,
ધૂંધળી ભાળી, સાંકડી શેરી-બજાર —
બારણે બેસી, નીરખું સાંજ-સવાર.
ઘડીક ભારે સાંકળ ભૂલે,
ખુલ્લાં ગોચર નયણે ખૂલે,
હરખે ઝૂલે, ઘંટડીના રણકાર —
બારણે બેસી, નીરખું સાંજ-સવાર.
કો’ક દી એનો આવશે વારો,
પામશે એક અસીમનો ચારો,
ગોકળી તારો, ગમતીલો સથવાર —
બારણે બેસી, નીરખું સાંજ-સવાર.
પાડજે સાદ નવા પરિયાણે,
ચેતનનાં અદકાં ચરિયાણે,
ગોરજ ટાણે, ઓથમાં લેજે ઉદાર —
બારણે બેસી, નીરખું સાંજ-સવાર.
૧૨-૪-’૫૬ (ગોરજ, પૃ. ૧૬૭-૧૬૮)