કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૧. ફોરમ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૧. ફોરમ|}} <poem> ફૂલ તો એની {{Space}} ફોરમ ઢાળી રાજી. :: વાયરો ક્યાં જઈ ગંધ વખાણે, :: ફૂલ તો એનું કાંઈ ન જાણે, ભમરા પૂછે ભેદ તો લળી {{Space}} મૂગું...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
૧૫-૧૨-’૫૮ | ૧૫-૧૨-’૫૮ | ||
{{ | {{Right|(સૂરજમુખી, ૧૯૬૧, પૃ. ૬૫)}} |
Revision as of 11:46, 8 November 2022
૨૧. ફોરમ
ફૂલ તો એની
ફોરમ ઢાળી રાજી.
વાયરો ક્યાં જઈ ગંધ વખાણે,
ફૂલ તો એનું કાંઈ ન જાણે,
ભમરા પૂછે ભેદ તો લળી
મૂગું મરતું લાજી : ફૂલo
એક ખૂણે આ આયખું નાનું,
કેવું વીતી જાય મજાનું!
કોઈનું નહીં ફરિયાદી ને
કોઈનું નહીં કાજી : ફૂલo
એનું નિજના રંગમાં રાતું.
ખુશ્બૂભર્યું એકલું ખાતું,
મસળી નાખે કોઈ તો સામે
મહેક દે તાજી તાજી!
ફૂલ તો એની
ફોરમ ઢાળી રાજી.
૧૫-૧૨-’૫૮ (સૂરજમુખી, ૧૯૬૧, પૃ. ૬૫)