કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૫. ઘડિયાં લગન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૫. ઘડિયાં લગન|}} <poem> હરેક જનમે હરિને વરતાં, ::::: ફરતાં મંગળફેરા; ચોરાશીને વાટ અમારાં ::::: ઘડિયાં લગન ઘણેરાં. ::: રોતી આ દુનિયા લાગે કે ::::: હાંઉં ઊતરીએ હેઠાં; ::: ગાન-તાન-ગુલતાન ગજવીએ :::::...")
(No difference)

Revision as of 11:56, 8 November 2022

૨૫. ઘડિયાં લગન


હરેક જનમે હરિને વરતાં,
ફરતાં મંગળફેરા;
ચોરાશીને વાટ અમારાં
ઘડિયાં લગન ઘણેરાં.

રોતી આ દુનિયા લાગે કે
હાંઉં ઊતરીએ હેઠાં;
ગાન-તાન-ગુલતાન ગજવીએ
ભરી બજારે બેઠાંઃ
દુખિયારાંને ગળે લગાવી
નાચી ઊઠે નમેરાં.—
એક ગીતના શમે ન પડઘા
ત્યાં તો જામે ઔર;
એક એકથી ચડે સવાયો
જનમ-મરણનો દૌર!
કોઈ ન જાણે કોણે નાખ્યા
અજબગજબના ડેરા.—
આવનજાવન એનાં રૂડાં
જેને હરિ સું હેત;
સામૈયું કર સુંદરવરનું,
સૂતી મનસા, ચેત!
દેખ, દેખ, મોહન મુખ પ્યારે!
બીતે રૈન બસેરા. —

૧૯૫૮ (સૂરજમુખી, પૃ. ૧૩૨)