કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૫. ઘડિયાં લગન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૫. ઘડિયાં લગન|}} <poem> હરેક જનમે હરિને વરતાં, ::::: ફરતાં મંગળફેરા; ચોરાશીને વાટ અમારાં ::::: ઘડિયાં લગન ઘણેરાં. ::: રોતી આ દુનિયા લાગે કે ::::: હાંઉં ઊતરીએ હેઠાં; ::: ગાન-તાન-ગુલતાન ગજવીએ :::::...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
દુખિયારાંને ગળે લગાવી | દુખિયારાંને ગળે લગાવી | ||
::::::: નાચી ઊઠે નમેરાં.— | ::::::: નાચી ઊઠે નમેરાં.— | ||
::: એક ગીતના શમે ન પડઘા | ::: એક ગીતના શમે ન પડઘા | ||
::::: ત્યાં તો જામે ઔર; | ::::: ત્યાં તો જામે ઔર; | ||
Line 21: | Line 22: | ||
કોઈ ન જાણે કોણે નાખ્યા | કોઈ ન જાણે કોણે નાખ્યા | ||
::::::: અજબગજબના ડેરા.— | ::::::: અજબગજબના ડેરા.— | ||
::: આવનજાવન એનાં રૂડાં | ::: આવનજાવન એનાં રૂડાં | ||
::::: જેને હરિ સું હેત; | ::::: જેને હરિ સું હેત; |
Revision as of 11:57, 8 November 2022
૨૫. ઘડિયાં લગન
હરેક જનમે હરિને વરતાં,
ફરતાં મંગળફેરા;
ચોરાશીને વાટ અમારાં
ઘડિયાં લગન ઘણેરાં.
રોતી આ દુનિયા લાગે કે
હાંઉં ઊતરીએ હેઠાં;
ગાન-તાન-ગુલતાન ગજવીએ
ભરી બજારે બેઠાંઃ
દુખિયારાંને ગળે લગાવી
નાચી ઊઠે નમેરાં.—
એક ગીતના શમે ન પડઘા
ત્યાં તો જામે ઔર;
એક એકથી ચડે સવાયો
જનમ-મરણનો દૌર!
કોઈ ન જાણે કોણે નાખ્યા
અજબગજબના ડેરા.—
આવનજાવન એનાં રૂડાં
જેને હરિ સું હેત;
સામૈયું કર સુંદરવરનું,
સૂતી મનસા, ચેત!
દેખ, દેખ, મોહન મુખ પ્યારે!
બીતે રૈન બસેરા. —
૧૯૫૮ (સૂરજમુખી, પૃ. ૧૩૨)