કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૧. કોમળ કોમળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading|૧. કોમળ કોમળ}}<br> <poem> હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ, સાથરે ફૂલડાં ઢાળજો રે અમે કોમળ કોમળ... આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ, રૂંવે રૂંવે કાંટા ઊગિયા રે અમને રૂંધ્યા રગેરગ; ઊ...")
(No difference)

Revision as of 02:26, 10 November 2022

૧. કોમળ કોમળ


હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ,
સાથરે ફૂલડાં ઢાળજો રે અમે કોમળ કોમળ...

આયખાની આ કાંટ્યમાં રે
અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા રે
અમને રૂંધ્યા રગેરગ;
ઊના તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ...

પે’ર્યા ઓઢ્યાના ઓરતા રે
છોગે છેલ ગુલાબી;
આંખમાં રાત્યું આંજતાં રે
અમે — ઘેન ગુલાબી;
કેડિયે કોયલ ગૂંથજો રે અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગે’કાવજો રે અમે કોમળ કોમળ...

હાથ મૂકી મારે કાળજે રે
પછી થોડુંક લળજો:
– ભવ ભવ આવાં આકરાં રે
અમને જીવતર મળજો!
– ભવ ભવ આવાં આકરાં રે
અમને જોબન ફળજો!
કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ,
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ!

૧૯૭૦

(અંતરનું એકાંત, ૨૦૧૭, પૃ. ૩૫)