કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૧૧. કહે ને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading|૧૧. કહે ને}} <poem> સૈયર, તારા કિયા છૂંદણે {{Space}} મોહ્યો તારે છેલ, કહે ને! સૈયર, તારી કિયા ફૂલની {{Space}} લૂમીઝૂમી વેલ, કહે ને?... કૂવાને કાંઠે કઈ ઘડીએ {{Space}} રહી ગઈ વાત અધૂરી? સૈયર, તારા ઉજાગરાની {{Space}} કિ...")
(No difference)

Revision as of 02:38, 10 November 2022

૧૧. કહે ને

સૈયર, તારા કિયા છૂંદણે
          મોહ્યો તારે છેલ, કહે ને!
સૈયર, તારી કિયા ફૂલની
          લૂમીઝૂમી વેલ, કહે ને?...

કૂવાને કાંઠે કઈ ઘડીએ
          રહી ગઈ વાત અધૂરી?
સૈયર, તારા ઉજાગરાની
          કિયા તારલે સાખું પૂરી?

કિયા વરતમાં પાંચ આંગળે
          કિયો પીપળો પૂજ્યો, સૈયર?
મંન ભરીને મોહે એવો
          કિયો ટુચકો સૂઝ્યો, સૈયર?...

સૈયર તું તે કિયા ફૂલની
          લૂમીઝૂમી વેલ, કહે ને?
સૈયર તારા કિયા છૂંદણે
          મોહ્યો તારો છેલ, કહે ને!

૧૯૭૦

(અંતરનું એકાંત, પૃ. ૬૨)