કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૩૫. અમે ઇચ્છ્યું એવું…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading|૩૫. અમે ઇચ્છ્યું એવું…}}<br> <poem> એક એવું ઘર મળે આ વિશ્વમાં — જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું! એક એવું આંગણું કે જ્યાં મને — કોઈ પણ કારણ વગર શૈશવ મળે! એક, બસ એક જ મળે એવું નગર જ્યાં ગમે ત્યાર...")
(No difference)

Revision as of 02:49, 10 November 2022

૩૫. અમે ઇચ્છ્યું એવું…


એક એવું ઘર મળે આ વિશ્વમાં —
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું!
એક એવું આંગણું કે જ્યાં મને —
કોઈ પણ કારણ વગર શૈશવ મળે!

એક, બસ એક જ મળે એવું નગર
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું!
`કેમ છો?' એવુંય ના કહેવું પડે —
સાથ એવો પંથમાં ભવ ભવ મળે!

એક એવી હોય મહેફિલ જ્યાં મને
કોઈ બોલાવે નહીં ને જઈ શકું!
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે
પાનખરના આગમનનો રવ મળે!

તોય તે ના રંજ કૈં મનમાં રહે :
— અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…

((અક્ષરનું એકાંત, પૃ. ૧૪૫)