કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૩૯. મોરપગલું: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Heading|૩૯. મોરપગલું}}<br> <poem> સાત અક્ષર જેટલું અંતર અને આપણી વચ્ચે ધબકતું ઘર હશે. સ્હેજ સૂકું પાન ખખડે બારણે, એક ડગલું ઉંબરે ઊભું હશે! મોરપગલું આંગણે ગહેક્યા કરે ને અચાનક કંઠ ભીનો થઈ જશે! ગોખ,...") |
(No difference)
|
Revision as of 02:51, 10 November 2022
૩૯. મોરપગલું
સાત અક્ષર જેટલું અંતર અને
આપણી વચ્ચે ધબકતું ઘર હશે.
સ્હેજ સૂકું પાન ખખડે બારણે,
એક ડગલું ઉંબરે ઊભું હશે!
મોરપગલું આંગણે ગહેક્યા કરે
ને અચાનક કંઠ ભીનો થઈ જશે!
ગોખ, મેડી ને ગગન ઝાંખું થતું —
આંખમાં આષાઢની હેલી હશે!
(અંતરનું એકાંત, પૃ. ૧૬૨)