કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૪૮. દિવ્ય સર્જકો: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Heading|૪૮. દિવ્ય સર્જકો}} <poem> મૂળ તો ભીનું ભીનું ખસે {{Space}} પાણી પવન અને મન જેવું {{Space}}{{Space}} એ ધસમસ ના ધસે... મૂળ તોo કદી નથી જોવાનાં જેને એને માટે ઝૂરે પાણી, પોષણ, પ્રેમ જે કહો – પળે પળે એ પૂરે, {{Space}} માટ...") |
(No difference)
|
Revision as of 02:56, 10 November 2022
૪૮. દિવ્ય સર્જકો
મૂળ તો ભીનું ભીનું ખસે
પાણી પવન અને મન જેવું
એ ધસમસ ના ધસે... મૂળ તોo
કદી નથી જોવાનાં જેને એને માટે ઝૂરે
પાણી, પોષણ, પ્રેમ જે કહો – પળે પળે એ પૂરે,
માટીના મૂંઝારા વેઠે, અંધારામાં વસે... મૂળ તોo
કણ કણમાંથી પોષણ ખેંચી રહ્યું હશે શી રીતે?
કોમળ કહેવું કેમ, ઝૂઝતું ભીતર એ જે રીતે!
ટોચ સુધી પહોંચાડે જીવન,
કયા શ્વાસ એ શ્વસે... મૂળ તોo
રૂપ અસલ ધરતીનું અંદરથી ઉપર એ લાવે
સૌંદર્યોનાં મૂળ રહસ્યો કદી બ્હાર ના આવે!
ધરતીના હૈયામાં કેવાં દિવ્ય સર્જકો વસે...
મૂળ તો ધીમું ધીમું ખસે....
૧૨, ૧૩-૭-૧૨
(અંતરનું એકાંત, પૃ. ૨૮૮)