કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૫૦. હમણાં: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Heading|૫૦. હમણાં}} <poem> {{Space}} બસ, હમણાં આવું છું, – આ જરાક અંતર્ધ્યાન થઈને {{Space}} પછી નવો અવતાર ધરીને {{Space}}{{Space}} બસ, હમણાં આવું છું. ટહુકા ગણી રાખજો થોડા સપનાં લણી રાખજો થોડાં દુઃખ પણ વણી રાખજો થોડાં {{Sp...") |
(No difference)
|
Revision as of 02:57, 10 November 2022
૫૦. હમણાં
બસ, હમણાં આવું છું,
– આ જરાક અંતર્ધ્યાન થઈને
પછી નવો અવતાર ધરીને
બસ, હમણાં આવું છું.
ટહુકા ગણી રાખજો થોડા
સપનાં લણી રાખજો થોડાં
દુઃખ પણ વણી રાખજો થોડાં
થોડાં લખી રાખજો નામ...
થોડાં ગણી રાખજો કામ –
– આ જરાક અંતર્ધ્યાન થઈને,
પછી નવો અવતાર ધરીને
બસ, હમણાં આવું છું.
આંગણું એક રાખજો કોરું–
અંતર એક રાખજો કોરું–
આંસુ એક રાખજો કોરું–
કોરાં લખી રાખજો સગપણ,
ભીનાં લખી રાખજો સાજણ...
– આ જરાક અંતર્ધ્યાન થઈને
પછી નવો અવતાર ધરીને
બસ, હમણાં આવું છું.
(અંતરનું એકાંત, પૃ. ૩૦૭)