કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૧૮. પંખી આંધળું: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 29: Line 29:
૨૫-૯-’૫૨
૨૫-૯-’૫૨
{{Right|(ગોરજ, પૃ. ૧૫૩)}}
{{Right|(ગોરજ, પૃ. ૧૫૩)}}
<br>
{{HeaderNav2
|previous = ૧૭. આવો!
|next = ૧૯. અનોખાં ઈંધણાં
}}

Latest revision as of 11:12, 10 November 2022

૧૮. પંખી આંધળું


ઊંડેરી વનરામાં પંખી આંધળું,
ભમે કાંઈ પાંખોને પછડાટ જી;
આંખોના ઓલાયા જેના દીવડા,
ગરુ, એને દિયો તેજલ વાટ જી,
ઊંડેરી વનરામાં પંખી આંધળું.

સૂરજ-ચાંદાની તેજ તળાવડી
ધીરે નહીં છાપું છાંટ જી;
તેજના તરસ્યાને અંગે અંગમાં
ભાલાં ભોંકે કાળી કાંટ જી. —ઊંડેરીo

ઘેરા ઘેરા વડલાની છાંયમાં,
ગરુ, તારી ધૂણીનો અંજવાસ જી;
પડદા વીંધીને અંધી આંખના
ચીંધે ઊજળા આભાસ જી. —ઊંડેરીo

આંધળું આવે પંખી ઊડતું,
ઊંડા વનની મોઝાર જી,
લીઓ ને લીઓ ગરુ, ગોદમાં,
કરો એનું જીવતર ઝોકાર જી.
ઊંડેરી વનરામાં પંખી આંધળું.

૨૫-૯-’૫૨

(ગોરજ, પૃ. ૧૫૩)