ટોળાં અવાજ ઘોઘાટ/૧૩ -અમે છીએ જી: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૩ -અમે છીએ જી|}} {{Poem2Open}} અમે છીએ જી નામ વગરના ઠા. લા. જી હે કામ વગરના ઠા. લા. હે જી ઠામ વગરના ઠા. લા. જી હે જામ વગરના ઠા. લા. ઠાલા રામ વગરના ‘આછા’ કે ‘ઘન’ શ્યામ વગરના હામ વગરના ‘દખ્ખણ’...") |
(No difference)
|
Revision as of 06:08, 11 November 2022
અમે છીએ જી નામ વગરના ઠા. લા. જી હે કામ વગરના ઠા. લા. હે જી ઠામ વગરના ઠા. લા. જી હે જામ વગરના ઠા. લા. ઠાલા રામ વગરના ‘આછા’ કે ‘ઘન’ શ્યામ વગરના હામ વગરના ‘દખ્ખણ’ કે કંઈ ‘વામ’ વગરના દામ ખરા પણ फाम વગરના સચમુચ જી કોઈ ‘મામ’ વગરના કીડીના ચટકે ચટકાતી ‘ચામ’ વગરના અભિજ્ઞતાથી સતત પીડાતા આગળ (ને પાછળ) આ કોરા કાગળ શા ખાલીખમ મોટા ગણપતજીના મસ્તક શા લોટા (લય તૂટ્યાની જાણ : નકામી મૃગજળની મોંકાણ) ગણપતજીના મસ્તક જેવા મોટા મોટા લોટા જેવા ખાલીખમ મસ્તકમાં સરકે અભિજ્ઞતાની વાંકીચૂંકી એક સતત જે હાર એનો કદી ન આવે પાર કોણ અતિશય તીક્ષ્ણ તીક્ષ્ણ અણિયારી કાઢે ધાર મગજમાં ઊંડે ઊંડે સતત ઘસરકા કરે મને આ- આમ સતત શબ્દોના નામે- નામ વગરના ઠા.લા. જે જી કામ વગરના ઠા.લા. જે જી ઠામ વગરના ઠા.લા. હે જી જામ વગરના, ઠામ વગરના, ‘આછા’ કે ‘ઘન’ –શ્યામ વગરના હામ વગરના ‘દખ્ખણ’ કે કંઈ ‘વામ’ વગરના દામ ખરા પણ ‘फाम’ વગરના સચમુચ જી કોઈ મામ વગરના સ્પર્શહીન જડ બુઠ્ઠી બુઠ્ઠી ચામ છતાં ભીતરમાં ઊંડે મગજ કહો કે ચિત્ત કહો કે કહો એકલતમ લોટો લોટામાં અણિયારી ધારે થતા ઘસરકા સતત સતત શબ્દોના નામે કામ વગરના અમે છીએ જી નામ વગરના ઠા.લા. (એપ્રિલ : ૧૯૭૮)