કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૨. અદીઠો સંગાથ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૨. અદીઠો સંગાથ|}} <poem> પગલું માંડું હું અવકાશમાં, {{Space}} જોઉં નીચે હરિવરનો હાથ, અજંપાની સદા સૂની શેરીએ {{Space}} ગાતો આવે અદીઠો...") |
(No difference)
|
Revision as of 10:20, 11 November 2022
૪૨. અદીઠો સંગાથ
પગલું માંડું હું અવકાશમાં,
જોઉં નીચે હરિવરનો હાથ,
અજંપાની સદા સૂની શેરીએ
ગાતો આવે અદીઠો સંગાથ. —
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
ભયની કાયાને ભુજા નથી,
નથી વળી સંશયને પાંખ,
ભરોસે ચાલ્યા જે અનભે રંગમાં,
ફૂટી એને રૂંવે રૂંવે આંખ. —
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
ઊંઘતાને માથે ઓળો મોતનો,
ઊંઘતાને પાયે જગની જેલ,
આઘાતે ભાંગે છે કોઈ અહીં ભોગળો,
ને આંસુડે વાવે છે અમરવેલ. —
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
૨૮-૧૨-’૬૭ (સંગતિ, પૃ. ૧૧૦)