કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૫. એમ પણ નથી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૫. એમ પણ નથી|}} <poem> કોઈ ગુનો કર્યો જ નથી, એમ પણ નથી, એને હું સાંભર્યો જ નથી, એમ પણ નથી. મારી લથડતી ચાલ મને ક્યાં લઈ જશે? તેં હાથ આ ધર્યો જ નથી, એમ પણ નથી. આ ગામ, આ ગલી, આ ઝરૂખો તો ગયાં પણ,...") |
(No difference)
|
Revision as of 10:24, 11 November 2022
૪૫. એમ પણ નથી
કોઈ ગુનો કર્યો જ નથી, એમ પણ નથી,
એને હું સાંભર્યો જ નથી, એમ પણ નથી.
મારી લથડતી ચાલ મને ક્યાં લઈ જશે?
તેં હાથ આ ધર્યો જ નથી, એમ પણ નથી.
આ ગામ, આ ગલી, આ ઝરૂખો તો ગયાં પણ,
પાછો હું ત્યાં ફર્યો જ નથી, એમ પણ નથી.
તારાથી હોઠ બીડી મેં નજરોને હટાવી,
ને કાંઈ કરગર્યો જ નથી, એમ પણ નથી.
તારી નજરની બ્હાર ગયો તો નથી, સનમ!
ચીલો મેં ચાતર્યો જ નથી, એમ પણ નથી.
દોસ્તો, હવે તો મારી હયાતીને દુવા દો!
કહેશો મા કે મર્યો જ નથી, એમ પણ નથી.
૧-૪-’૭૫ (હવાબારી, પૃ. ૬૫)