કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૭. ટહુકાનું તોરણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૭. ટહુકાનું તોરણ|}} <poem> પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ  :::       ઊગતી પરોઢને બારણે — ::::::         આ તેજની સવારી કોને કારણે? નાનકડા માળામાં પોઢેલા કંઠ, તારે ::::         આભના...")
 
No edit summary
Line 7: Line 7:
 :::       ઊગતી પરોઢને બારણે —
 :::       ઊગતી પરોઢને બારણે —
::::::         આ તેજની સવારી કોને કારણે?
::::::         આ તેજની સવારી કોને કારણે?
નાનકડા માળામાં પોઢેલા કંઠ, તારે
નાનકડા માળામાં પોઢેલા કંઠ, તારે
::::         આભના સંબંધનો સૂર?
::::         આભના સંબંધનો સૂર?
Line 14: Line 15:
 ::::       એક તારાથી પંખીને પારણે —
 ::::       એક તારાથી પંખીને પારણે —
::::::                આ તેજની સવારી કોને કારણે?
::::::                આ તેજની સવારી કોને કારણે?
પંખીના ટહુકાની પ્યાલીમાં પીઉં આજ
પંખીના ટહુકાની પ્યાલીમાં પીઉં આજ
::::         ઊગતા સૂરજની લાલી,
::::         ઊગતા સૂરજની લાલી,
કોણ જાણે કેમ, એવું સારું લાગે છે, મારે
કોણ જાણે કેમ, એવું સારું લાગે છે, મારે
::::         અંગ અંગ ખેલતી ખુશાલી,
::::         અંગ અંગ ખેલતી ખુશાલી,
આદિ-અનાદિનો ઝૂલે આનંદ કોઈ
આદિ-અનાદિનો ઝૂલે આનંદ કોઈ
::::        ભૂલ્યા-ભુલાયા સંભારણે —
::::        ભૂલ્યા-ભુલાયા સંભારણે —

Revision as of 10:30, 11 November 2022

૪૭. ટહુકાનું તોરણ


પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ
 :::       ઊગતી પરોઢને બારણે —
        આ તેજની સવારી કોને કારણે?

નાનકડા માળામાં પોઢેલા કંઠ, તારે
        આભના સંબંધનો સૂર?
એકાદો તાર જરા ઢીલો પડે તો થાય
        આખું બ્રહ્માંડ ચૂર ચૂર,
એવી ગૂંથેલ અહીં સાચની સગાઈ
 ::::       એક તારાથી પંખીને પારણે —
               આ તેજની સવારી કોને કારણે?

પંખીના ટહુકાની પ્યાલીમાં પીઉં આજ
        ઊગતા સૂરજની લાલી,
કોણ જાણે કેમ, એવું સારું લાગે છે, મારે
        અંગ અંગ ખેલતી ખુશાલી,

આદિ-અનાદિનો ઝૂલે આનંદ કોઈ
        ભૂલ્યા-ભુલાયા સંભારણે —
                આ તેજની સવારી કોને કારણે?
(અમલપિયાલી, ૧૯૮૦, પૃ. ૧૧૧)