કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૫. પ્રેમનો મર્મ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Heading|૫. પ્રેમનો મર્મ}} <poem> તેં પૂછ્યો પ્રેમનો મર્મ {{Space}}અને હું દઈ બેઠો આલિંગન, જ્યાં પ્રથમ મેઘ વરસ્યો {{Space}}સરિતાએ તોડ્યાં તટનાં બંધન. કોઈ અગોચર ઇજન દીઠું નયનભૂમિને પ્રાંગણ, હું સઘળી મોસમમ...") |
(No difference)
|
Revision as of 15:40, 12 November 2022
૫. પ્રેમનો મર્મ
તેં પૂછ્યો પ્રેમનો મર્મ
અને હું દઈ બેઠો આલિંગન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો
સરિતાએ તોડ્યાં તટનાં બંધન.
કોઈ અગોચર ઇજન દીઠું નયનભૂમિને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું એક અહર્નિશ ફાગણ;
શતદલ ખીલ્યા કામ્ય કમલ પર
સૌમ્ય ગીતનું ગુંજન.
નીલ વર્ણનું અંબર એમાં સોનલવરણી ટીપકી,
વીંધી શ્યામલ ઘટા પલકને અંતર વીજળી ઝબકી.
નયન ઉપર બે હોઠ આંકતા
અજબ નેહનું અંજન.
૧૯૬૦
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૫૫-૫૬)